Product Description
મારા પર ટોર્ચ-લાઈટનો પ્રકાશ આવવા લાગ્યો. યાકુબના દેહ પર પણ આ પ્રકાશ પડી રહ્યો. હું જેવી નીચે આવી કે મેં યાકુબને ઢંઢોળ્યા. ખુદાનો આભાર માન્યો કે એ જીવતો હતો. ગોળી ફક્ત હાથમાં જ લાગી હતી, પણ નીચે પકડવાથી એને જરા વધુ મૂઢ માર લાગ્યો હતો. એણે કહ્યું: ‘મુમતાઝ ! હું ઊભો નહીં થઈ શકું. મારા ખિસ્સામાંથી રિવોલ્વર કાઢ અને મને તું તારે હાથે જ ઠાર કરી નાંખ.’ એક હાથમાંથી લોહી વહેતું હતું અને બીજો હાથ મરડાઈ ગયો હોય એવું લાગ્યું. પગમાં પણ ઈજા થઈ હતી. ચહેરા પર પથરાતી વેદના જોઈને મને ખૂબ દુઃખ થયું. પણ મેં મારામાં હતી એટલી શક્તિ ભેગી કરી અને મહામહેનતે યાકુબના દેહને મારે ખભે ચડાવી દીધો. મેં નાસવા માંડ્યું, બાજુની ઝાડીમાં એક તળાવ હતું ! હું એમાં યાકુબને લઈ પડી તો ખરી, પણ પાછળથી પોલીસના માણસો આવી પહોંચ્યા. અતિ થાકને લીધે મને તમ્મર આવ્યાં અને બીજે દિવસે સવારે આંખ ઊઘડી ત્યારે ખબર પડી કે હું પોલિસચોકીમાં હતી !.
Product Details
Title: | Ansuni Atashbaji (Gujrati) |
---|---|
Author: | Vaju Kotak |
Publisher: | Chitralekha Prakashan |
ISBN: | 9788193174418 |
SKU: | BK0476029 |
EAN: | 9788193174418 |
Number Of Pages: | 96 pages |
Language: | English |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2015 |