Product Description
“કેવી રીતે જઈશ” અને “બે યાર”ની સફર હવે પુસ્તક રૂપે.... સામાન્ય રીતે દિગ્દર્શક એની ફિલ્મ દ્વારા જ બધું કહી નાખે પણ ફિલ્મ બનાવ્યા પછી એનાં વિષે કહેવાનું હોય, એ પણ પુસ્તકમાં? ઘણું બધું હોય.....એવા સમયે ગુજરાતી ફિલ્મ બનાવવાનું વિચારવું જ્યારે શહેરી દર્શકવર્ગની સંખ્યા બે આંકડાનીય માંડ હોય. પ્રાદેશિક ફિલ્મોનું વ્યસ્થિત માળખું ન હોય, સારા કલાકારોથી લઈને ફાઈનાન્સર સુદ્ધાં ગુજરાતી ફિલ્મથી દૂર ભાગતા હોય, જે કોઈ તમને મળે એ આવું ગાંડપણ ન કરવાની સલાહ આપતા હોય, ત્યારે પોતાની ભાષામાં જ ફિલ્મ બનાવવાની ઘેલછાની વાત આ પુસ્તકમાં છે. પહેલી ફિલ્મ કમ સે કમ એક થિયેટરમાં લાગે તોય બહુ એમ વિચારીને બનાવેલી “કેવી રીતે જઈશ”ની વાત છે. “બે યાર”માં ફરીથી શીખવા મળેલા કેટલાક ફિલ્મ નિર્માણના પાઠોની વાત છે. દિમાનગ સામે દિલ હારી ગયું હોય એવી ઘટનાઓની વાત છે. પડકારો, મુશ્કેલીઓ અને મૂઝવણોની સામે આખી ટીમે સાથે મળીને કરેલી મહેનતની વાત છે. આખીયે પ્રક્રિયા દરમ્યાન કરેલી અનલિમિટેડ મઝાની વાત છે. નવાં સપનાં જોવાની વાત છે. અને પોતાની ભાષાને દિલ ફાડીને ચાહવાની વાત છે. આ તો જસ્ટ વાત છે....
Product Details
Title: | Aa To Just Vaat Chhe |
---|---|
Author: | Abhishek Jain |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789351980742 |
SKU: | BK0448825 |
EAN: | 9789351980742 |
Number Of Pages: | 268 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 1 January 2015 |