Product Description
કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કરમાં’ મેગેઝિન એડિટર છે. 35 વર્ષથી પત્રકારત્વમાં સક્રિય તેમણે અગાઉ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘અભિયાન’માં એડિટર તરીકે અને ચિત્રલેખા, ‘સમકાલિન’ જેવાં માધ્યમોમાં મહત્વના હોદ્દા પર ફરજ અદા કરી છે. તેઓનું તેરમું પુસ્તક છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ‘ચિંતન ક્વોટ્સ’ હવે પુસ્તક રૂપે આવી રહ્યાં છે. બી.કોમ. એલ.એલ.બી. અને માસ્ટર ઓફ જર્નાલિઝમનો અભ્યાસ કરનાર તેમણે આઈઆઈએમ, ઇન્દોરમાં પત્રકારત્વની વિશેષ તાલીમ લીધી છે. તેમને અનેક એવોર્ડઝ મળ્યા છે. મોટિવેશન સ્પીકર તરીકે તેમનાં વકતવ્યો લોકોનાં દિલોને સ્પર્શે છે. ટેલિવિઝન પર તેઓ રાજકીય વિશ્લેષક તરીકે પણ જાણીતા છે. તેમણે અનેક દેશોનો પ્રયાસ કર્યો છે. દર બુધવારે ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની કોલમ ‘ચિંતનની પળે’ અને દર રવિવારે ‘રસરંગ’ પૂર્તિમાં પ્રસિદ્ધ ‘દૂરબીન’ નામની કોલમ વાંચકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્રાંત ઘટનાઓ વિશે તેઓ ડેઈલી કોલમ ‘ન્યૂઝ વોચ’ લખે છે તેમના લેખોમાં જિંદગી, સંવેદના, સંબંધો, પ્રેમ, સંવાદ અને સહજતા ઉજાગર થાય છે. તેમના લેખોમાં સંવેદનાઓને સજીવન અને સક્રિય બનાવી દેવાની અનોખી ક્ષમતા છે.
Product Details
Title: | Ab Ham Hai Hindustani |
---|---|
Author: | Devendra Patel |
Publisher: | Navbharat Sahitya Mandir (1 January 2020) |
ISBN: | 9788184404081 |
SKU: | BK0424384 |
EAN: | 9788184404081 |
Number Of Pages: | 152 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 01 January 2020 |