Product Description
મૃદંગની દોરી ખેંચવાથી એનો રણકાર વધતો જાય છે એમ રેણુ મનને જેમ જેમ ખેંચતી ગઈ તેમ તેમ હૃદયમાંથી વધુ તીવ્ર રણકાર નીકળવા લાગ્યો અને એ ચીમનને મળવા માટે નીકળી પડી. એ પોતાની જાતને રોકી ન શકી. રમકડાની મોટરને આપણી ઊલટી બાજુ ચાવી દેવી પડે છે એમ રેણુ મનને ચાવી દેતી અને માનતી હતી કે પોતે મનને મજબૂત બનાવી રહી છે. પણ જેવી એ ઘરની બહાર નીકળી કે એ ચાવી દીધેલી રમકડાની મોટરની જેમ બહુ જ ઝડપથી આગળ વધવા લાગી. રેણુ જાણે પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હોય એમ ઝડપથી ચીમન તરફ ખેંચાવા લાગી. ઘણા લોકો સાધુ-સંન્યાસી કે યોગીપુરુષો પાસે ચમત્કારની આશા રાખે છે. ચમત્કારમાં માને છે. પણ એમને ભાન નથી કે આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી. લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે.
Product Details
Title: | Ansuna Toran (Gujrati) |
---|---|
Author: | Vaju Kotak |
Publisher: | Chitralekha Prakashan |
ISBN: | 9788193242353 |
SKU: | BK0476021 |
EAN: | 9788193242353 |
Number Of Pages: | 416 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2015 |