Product Description
વિશ્વની આ એવી પ્રતિભાઓનો પરિચય છે જેઓ આ વિશ્વ પર કોઈ ને કોઈ છાપ છોડી ગયાં. તેમાં જિંદગી પોતાની શરત પર જીવવા માંગતા સ્ટીવ જોબ્સની પણ કથા છે અને વિશ્વના બીજા નંબરના ધનપતિ હોવા છતાં સાવ નાનકડા ઘરમાં રહેતા, મોબાઈલ નહીં વાપરતા, કારનું ડ્રાઇવિંગ જાતે જ કરતા વોરન બફેટની કીમતી સલાહની વાત પણ છે. ‘વિકિલીક્સ’ દ્વારા પેન્ટેગોનનાં રહસ્યો તફડાવતા અને પત્રકારત્વને એક નવો જ આયામ બક્ષતા જુલિયન અસાંજે પણ સ્ટોરી છે. ‘હેરી પોટર’ શ્રેણીની નવલકથાઓ દ્વારા આખા વિશ્વનાં બાળકોને ઘેલું લગાડનાર બ્રિટિશ લેખિકા જે. કે. રોલીંગના અંગત જીવનથી માંડીને નવ વર્ષની જાતીય સતામણીનો ભોગ બનનાર ઓપ્રાહ વિન્ફ્રેના જીવનમાં પણ ડોકિયું છે. વીતેલા જમાનાની ખૂબસૂરત અભિનેત્રીઓ એલિઝાબેથ ટેલર અને જેન રસેલની કલાસિક બ્યૂટી પર પણ એક ફલેશ બેક છે. વિશ્વભરમાં એક કરોડ ફોલોઅર્સ ધરાવતી લેડી ગાગાનો પણ અહીં આ પુસ્તકમાં પરિચય આપવામાં આવ્યો છે.
Product Details
Title: | Celebrities (Guj) |
---|---|
Author: | Devendra Patel |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184406573 |
SKU: | BK0414357 |
EAN: | 9788184406573 |
Number Of Pages: | 196 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 1 January 2015 |