15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
- જેમાં છે સહિયારા શ્વાસના હસ્તાક્ષર! મનોત્સવથી લગ્નોત્સવ સુધી જઈ રહેલા બે મળેલા જીવ, જ્યારે એકબીજાના વિશ્વાસ પર પોતપોતાના શ્વાસના સહિયારા હસ્તાક્ષર કરી દાંપત્યજીવનનો શુભારંભ કરે છે ત્યારે, એ બંનેના હૃદયધબકારનો જે રણકાર રણકે છે એનો પડઘો આ પુસ્તકનાં પાને પાને તમને સંભળાશે! દસ્તાવેજ કોઈ વસ્તુ કે મિલકતનો હોય, પણ લેખકે અહીં ‘દાંપત્યનો દસ્તાવેજ’ શબ્દયોગ સાધીને અમૂલ્ય એવા દાંપત્યજીવનની મૂલ્યવાન ઇમેજ પ્રગટ કરી છે. લગ્નોત્સુક યુવક-યુવતીઓએ લગ્નજીવનની યાત્રા શરૂ કરતાં પહેલાં, શરૂ કર્યાં પછી અને લગ્નજીવનની ફલશ્રુતિ તરીકે પ્રગટી રહેલી નવી પેઢીના ઉછેર સુધીમાં આવતા નાના-મોટા વળાંકો, સમજદારીપૂર્વક પસાર કરતાં રહીને, સમાજ માટે ઉત્તમ દૃષ્ટાંતરૂપ કેવી રીતે બનવું એની Master Key તમને આ પુસ્તકમાંથી મળશે! દિવસે દિવસે ગૂંચવાતા જતાં દાંપત્યજીવનના બેસૂરા સૂરને કાયમને માટે અસ્ત કરવા અને ક્ષણે ક્ષણે સર્જાતાં સ્નેહદાનના સૂરીલા સૂરને કાયમને માટે ઉદિત રાખવા માટે તમારે આ પુસ્તક અચૂક વાંચવું તો જોઈએ જ, જે કોઈ પોતાનાં દાંપત્યજીવનને સ્નેહસુખના શિખર પર લઈ જવા માગતાં હોય એમણે પણ આ પુસ્તક વાંચવું જોઈએ! તમારા પ્રિયજનને તમારે કોઈ મૂલ્યવાન ભેટ આપવી હોય તો આ પુસ્તકથી વધારે રૂડી ભેટ બીજી કઈ હોઈ શકે?!O16
Product Details
Title: | Dampatyano Dastavej (Guj) |
---|---|
Author: | Rajni Patel |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789394502888 |
SKU: | BK0480317 |
EAN: | 9789394502888 |
Number Of Pages: | 152 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 October 2022 |