Product Description
ઋણાનુબંધના હાથમાં કરુણાનું કન્યાદાન કરવામાં આવે ત્યારે જે પ્રેમનો આવિષ્કાર થાય છે એ દિવ્યપ્રેમ તરીકે ઓળખાય છે – સનાતન પ્રેમના આ સત્યને ઉજાગર કરે છે કાલિંદી, સુરમ્ય અને મુગ્ધા! સુરમ્યના એક પ્રશ્નનો ઉત્તર આપતાં કાલિંદી કહે છે: `મારા જીવનમાં આવું બનશે જ નહીં એની મને ખાતરી છે. પણ હું એ યુવતીને મળી લગ્ન નહીં કરવાનું સાચું કારણ જાણું. જો એ એના પહેલા પ્રેમને સ્વીકારીને જ કુંવારી રહી હોય તો હું એના દિવ્યપ્રેમનો સ્વીકાર કરું.’ કોણ છે આ મુગ્ધા? સુરમ્યના જીવનમાં એ પ્રેમનો પ્રાણવાયુ બનીને આવી છે એવું જો સુરમ્યનું માનવું હોય તો પછી કાલિંદી કોણ છે, જેને સુરમ્ય પોતાના અસ્તિત્વનો અખંડિત અંશ માને છે? આ નવલકથા તમને સત્ય, પ્રેમ અને કરુણાના સંગમતીર્થ પર લઈ જઈને કાલિંદી, સુરમ્ય અને મુગ્ધાનો પરિચય કરાવશે, જે તમને તમારી આજુબાજુમાં જ વસતાં – શ્વસતાં દેખાશે! એક બેઠકે વાંચીને કશુંક મેળવ્યાનો, કશુંક પામ્યાનો, કશુંક `જીવ્યા’નો અનુભવ કરાવતી આ નવલકથા, મોટાભાગની પ્રેમકથાઓ કરતાં કંઈક હટકે છે!
Product Details
Title: | Divyaprem (Guj) |
---|---|
Author: | Surendra Shukla |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9788119132362 |
SKU: | BK0480951 |
EAN: | 9788119132362 |
Number Of Pages: | 172 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 1 May 2023 |