Republic Day Sale – Upto 30% Off!
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
મારો વિશ્વાસ છે કે આ પુસ્તકમાં પ્રકાશિત થયેલી વિગતો વહીવટી અધિકારીઓ તથા ભવિષ્યમાં જે યુવાનો વહીવટી અધિકારી તરીકે સેવા આપશે તેમના માટે ઉપયોગી સાબિત થશે. આનંદીબહેન પટેલ રાજ્યપાલશ્રી, ઉત્તર પ્રદેશ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ડી.એમ. તરીકે ડૅા. હીરાલાલની ખ્યાતિ અને પ્રતિષ્ઠા અનોખી છે. પોતાની દૈનિક જવાબદારીઓ જેવી કે પ્રાદેશિક સરકારી યોજનાઓ અને પ્રાથમિકતાઓ મુજબના કાર્યક્રમોને લાગુ કરવા ઉપરાંત સ્ટાર્ટઅપ ઇનોવેશન સમિટ, 90%થી વધુ મતદાન થાય તે માટેનું જાગરૂકતા અભિયાન, જેલ-સુધાર કાર્યક્રમ, જળસંકટથી બચવા માટે ‘કૂવા-તળાવ બચાવો' અભિયાન, કુપોષણ તથા `અન્ના પ્રથા'ને નાબૂદ કરવા, પૌરાણિક ઐતિહાસિક નગર કાલિંજરને પર્યટનસ્થળ તરીકે વિકસિત કરવા જેવી અનેક સિદ્ધિઓ તેમના નામે છે. પોતાને માત્ર એક સરકારી અધિકારી ન ગણીને ડૅા. હીરાલાલે સમાજના સાધારણ સેવક તરીકે D. M.ના પદેથી પોતાની કર્મશીલતા, દૂરંદેશી, ટીમવર્ક અને સમર્પણનું અદ્ભુત અને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો દરેક અધિકારી આ જ કર્તવ્યબોધથી પોતાની જવાબદારીઓ નિભાવે તો ભારતનું દરેક ગામ, દરેક જિલ્લો અને આખો દેશ આવશ્યક જરૂરિયાતોથી પૂર્ણ થશે. દરેક ભારતીયનું જીવન સુખી અને સમૃદ્ધ બનશે અને ભારતવર્ષ વિકાસ અને પ્રગતિની નવી પરિભાષા લખશે. ‘Dynamic D. M.’ માત્ર એક પ્રેરણાત્મક અને વાંચવાલાયક પુસ્તક જ નથી, પરંતુ સમાજોત્થાનનું એક સશક્ત માધ્યમ પણ છે.
Product Details
Title: | Dynamic D.M. (Guj) |
---|---|
Author: | Ias Dr. Heeralal |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789395556095 |
SKU: | BK0480323 |
EAN: | 9789395556095 |
Number Of Pages: | 200 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 1 October 2022 |