There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Film India ( Part - 3 )

Release date: 1 January 2019
₹ 425 ₹ 500

(15% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

જેમનો પ્રત્યેક શ્વાસ હાસ્ય, સંગીત અને ફિલ્મો સાથે જોડાયેલો છે, જે ખરા અર્થમાં ‘અ’શોક છે, જેમણે છે... Read More

Product Description

જેમનો પ્રત્યેક શ્વાસ હાસ્ય, સંગીત અને ફિલ્મો સાથે જોડાયેલો છે, જે ખરા અર્થમાં ‘અ’શોક છે, જેમણે છેલ્લાં 46-વર્ષથી ગુજરાતીઓને ખડખડાટ હસાવ્યા છે, એવા મજ્જાના અશોક દવે, એટલે કે મારા પપ્પા વિશે લખવાનું સદભાગ્ય પ્રાપ્ત થવાનો મને ગર્વ છે. ‘બુધવારની બપોરે’, ‘એન્કાઉન્ટર’ અને ‘ફિલ્મ ઇન્ડિયા’ના નામ મશહૂર થયેલા અશોક દવે આપણા સહુને માટે એક સંમાનનીય નામ છે. આજ સુધી મારી 15 – વર્ષની પબ્લિક-સ્પીકર અને એન્કરની કારકિર્દીના અનેક ચઢાવ-ઉતારવામાં, એમની ‘પોઝીટિવ થિન્કિંગ’ની ગુણવત્તાથી મને ઘણું શીખવા મળ્યું છે. પપ્પા સ્વયં એક ઇન્સ્ટિટ્યૂટ છે રચનાત્મક વિચારધારાને ઉજાગર કરવામાં, એમની હાસ્યની કોલમો ઉપરાંત હળવી શૈલીમાં સર્જિત થયેલી કોલમ ‘ફિલ્મ ઇન્ડિયા’(‘દિવ્ય ભાસ્કર’-દર શુક્રવારે નવરંગ પૂર્તિમાં)એ લાખો સિનિયર-સિટીઝન્સને બારમાસી હળવા અને ફિલ્મી જ્ઞાનથી સમૃદ્ધ રાખ્યા છે. હિંદી ફિલ્મોના ‘એન્સાઇક્લોપીડિયા’ ગણાયેલા અશોક દવેનું ફિલ્મો વિશેનું અગાધ નોલેજ, સજ્જતા અને પ્રત્યેક ફિલ્મ વિશેની છણાવટ એમને ઉચ્ચ કક્ષાના ફિલ્મ-હિસ્ટોરિયનની કક્ષામાં મૂકે છે. કેવળ આડે હાથે મૂકાઈ ગયેલી ફિલ્મો જ નહિ, પણ એ ફિલ્મો અમદાવાદના ક્યા સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી, એ માહિતી તો ‘ગૂગલ’પર ઉપલબ્ધ ન હોય ત્યારે, એમની સ્મરણશક્તિને દાદ દેવી પડે. ખાસ તો, ઇવન એ જમાનામાં ય સાઈડમાં મૂકાઈ ગયેલા હિંદી ફિલ્મોના નામી જ નહી, અનામી કલાકારો વિશે લગભગ અલભ્ય જાણકારી મેળવી આપવામાં ટીપિકલ ‘અશોક દવે ટચ’ દેખાય. ખૂબી એ છે કે, આ પુસ્તક-શ્રેણીના ચારે ય ભાગોમાં લગભગ 90 ટકા ફિલ્મો તો 1970 પહેલાંની હોવા છતાં એમની શૈલી અને રજૂઆતને કારણે 70 પછી જન્મેલી પેઢીના વાચકોને ય આ વિષયમાં રસ લેતા કર્યા છે. આ પુસ્તક ‘ફિલ્મ ઇન્ડિયા’ના ચારે ય ભાગ હિંદી ફિલ્મવિશ્વ માટે પણ એક સ્મરણયાત્રા બની રહેશે, એવી શુભેચ્છા સહ મારા નતમસ્તક પ્રણામ.

Product Details

Title: Film India ( Part - 3 )
Author: Ashok Dave
Publisher: Navbharat Sahitya Mandir
ISBN: 9788184409833
SKU: BK0422978
EAN: 9788184409833
Language: Gujarati
Place of Publication: India
Binding: Hardcover
Release date: 1 January 2019

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed