Product Description
દયાશંકરે આસપાસ જોયું. સાંજ પડી ચૂકી હતી અને લગભગ એકાંત જેવું હતું. પેલી સ્ત્રી કોઈ પણ જાતના વસ્ત્ર વિના જ ગળાબૂડ પાણીમાં હતી. એ દયાશંકરે જાણી લીધું. એ વધુ આગળ વધ્યા. કોઈ પણ યુવાન સ્ત્રી પુરુષની કામભરી નજરને ન ઓળખી શકે એવું કોઈ વાર બન્યું નથી. એ સમજી ગઈ કે પાણીમાં પડેલો આ બ્રાહ્મણ કામના અગ્નિથી સળગી ઊઠ્યો છે એણે જરા કડક અવાજે કહ્યુઃ ‘મહારાજ ! જ્યાં ઊભા છો ત્યાં જ અટકી જાઓ. તમારા દેહમાં રહેલો ‘હું’ વધુ પડતો અભડાઈ રહ્યો છે. તમે કામથી સળગી રહ્યા છો.’ ‘ખોટી વાત, કામદેવને શંકર ભગવાને બાળી નાખ્યો છે અને હું શંકરનો ભક્ત છું. શંકરનો જ અંશ છું. હવે અમારામાં કામ ન હોય’ પણ કામાંધ દયાશંકર આગળ વધ્યો. પેલી સ્ત્રીનો હાથ પકડાયો અને એ સ્ત્રીએ પોતાની જાતને બચાવવાના હેતુથી દયાશંકરના પેટ પર એવા જોરથીલાત મારી કે એ પાણીના વમળમાં ખેંચાયો. બીજે દિવસે એનું શબ કિનારે તણાઈ આવ્યું. અમુક શિષ્યોને ખબર પડી અને બધાએ એવું અનુમાન બાંધ્યું કે દયાશંકર પંડિતે જળસમાધિ લઈ લીધી. ભવ્ય રીતે મહારાજની સ્મશાનયાત્રા કાઢવામાં આવી. સાંજે જાહેરસભા ભરવામાં આવી અને એમાં એમના શિષ્યોએ ભાષણ કરતાં કહ્યુઃ ‘દેશને ભ્રષ્ટાચારમાંથી બચાવવો હોય તો મહારાજ દયાશકંર પંડિતે જે કામ કર્યું એ આપણે ચાલુ રાખવું જોઈએ. આપણે એમનાં પગલે પગલે ચાલવું જોઈએ.’.
Product Details
Title: | Galgota (Gujrati) |
---|---|
Author: | Vaju Kotak |
Publisher: | Chitralekha Prakashan |
ISBN: | 9788193242315 |
SKU: | BK0476023 |
EAN: | 9788193242315 |
Number Of Pages: | 160 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2015 |