Product Description
એક Polymathની આત્મકથા શું તમે Polymathની વ્યાખ્યા જાણો છો? દરેક સૈકામાં પૃથ્વી ઉપર અમૂક એવા લોકો આવે છે કે જેઓ અનેક વિષયોમાં પારંગત હોય છે. તેજસ્વી લક્ષણો ધરાવતા આવા લોકો Polymath કહેવાય છે. આ એવા લોકો હોય છે જેમના વિચારો અને વિવિધ શોધોથી માનવતાને ગતિ અને દિશા મળે છે. આ વિભૂતિઓના જીવનમાંથી લોકો સદીઓ સુધી પ્રેરણા મેળવે છે. દુનિયાના સર્વકાલીન Polymathમાં નિકોલા ટેસ્લા, જગદીશચંદ્ર બોઝ, લીઓનાર્ડો દ વિન્ચી, એરિસ્ટોટલ, હેલન કેલર, બેન્જામિન ફ્રેન્કલિન જેવી મહાન વ્યક્તિઓનો સમાવેશ થાય છે. બેન્જામિન ફ્રેન્કલિન, `યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા'ના સ્થાપકોમાંના એક હતા. તેઓ એક જાણીતા લેખક, વ્યંગકાર, રાજકીય નેતા, વિજ્ઞાની, શોધક, સામાજિક કાર્યકર્તા અને ગૌરવશાળી રાજદ્વારી હતા. વીજળી સંબંધી શોધો માટે તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. અમેરિકાના One Nation – `એક રાષ્ટ્ર'ની વિચારધારાના તેઓ જન્મદાતા હતા. અમેરિકન ક્રાંતિ દરમિયાન તેમણે ફ્રાન્સનો સહયોગ મેળવી અમેરિકાની સ્વતંત્રતાનું સપનું સાકાર કર્યું. સંસ્કૃતિનાં મૂલ્યો, ચારિત્ર્યઘડતર તથા વ્યવહારુ લોકાશાહીના સિદ્ધાંતોની સ્થાપનાના મહાન વિચારનું શ્રેય તેમને જાય છે. તેમણે કરકસર, સખત મહેનત, શિક્ષણનાં મૂલ્યો, સામુહિક ભાવના અને NGOના વિચારોને પ્રોત્સાહિત કર્યા. રાજકીય અને ધાર્મિક સરમુખત્યારશાહીનો કડક વિરોધ કરી તેમણે લોકશાહીનાં મૂલ્યોને ઉજાગર કર્યાં છે. પોતાના વૈજ્ઞાનિક પ્રદાન, રાજકીય વારસો અને અનેક સિદ્ધિઓ દ્વારા તેઓ સંસારના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન પામ્યા. આ એક એવા જિનિયસની આત્મકથા છે, જેણે મૂલ્યો, ચારિત્ર્યઘડતર તથા લોકશાહીના સિદ્ધાંતોની સ્થાપના દ્વારા, માનવતા અને સંસારને ગતિમાન કરી કરોડો લોકોનાં જીવન ઉપર પ્રભાવ પાડીને સદાય માટે અમર થઈ ગયા.
Product Details
Title: | Genius (Guj) |
---|---|
Author: | Benjamin Franklin |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789395556194 |
SKU: | BK0480929 |
EAN: | 9789395556194 |
Number Of Pages: | 184 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 October 2022 |