🎄Christmas Sale – Up to 30% Off!🎅
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
સોરઠની ધરતીમાં ધબરાયેલા બલિદાનોનો સાથે વણાયેલી સોરઠી લોકકથાનો ખમીરવંતો ઇતિહાસ ‘ગિરનારનું ગૌરવ’ - નવલકથામાં વિપુલ વાલાએ રજૂ કર્યો છે. જૂનાગઢના ચુડાસમા રાજાઓ અને દેવાયત બોદરની શૂરવીરતાની ગાથા અને સોરઠના અતીતના શૌર્ય સંભારણાઓને ‘ગિરનારનું ગૌરવ’ – નવલકથામાં અક્ષરદેહે વિપુલ વાળાએ રજૂ કરી માતૃભૂમિ સોરઠનું ઋણ અદા કર્યાનું કાર્ય કર્યું છે. લોકગીતોમાં કહેવાયું છે કે – ‘સોરઠ ધરા ન સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો દામો-રેવતી, એનો એળે ગયો અવતાર.....’ બસ આવી જ રીતે સોરઠની ખમીરવંતી ભૂમિને ‘ગિરનારનું ગૌરવ’ પુસ્તક વાચકો માટે કહી શકાય. જૂનાગઢની ધરતી પર અતીતના કાળખંડમાં પાકેલા શૂરા-શહિદોની શૂરવીરતાની ગાથા વાચકો સામે અતીતના ઘિંગાણાને સાદૃશ્ય કરી દે છે. ગીરની ગોષ્ઠિ સાથે સોરઠની પરોણાગત વચ્ચે રાજા રા’ડિયાસના ન્યાયને અક્ષરદિવડે વીરભૂમિ સોરઠને પ્રગટાવી દીધાની અનુભૂતિ વાચકને જરૂરથી થાય. ભાષાના રસપાનમાં શૌર્યરસ અને પ્રેમરસને કેન્દ્રમાં રાખી લખાયેલા ઇતિહાસમાં ‘માથા વાઢવા’ની વાત હોય કે ‘માથું ખોળે મુકવા’ની વાત હોય – વાચકને છેકસુધી જકડી રાખવામાં લેખકે શબ્દબાણો વિંધ્યા છે. દુશ્મનાવટ સામે મ્યાનમાંથી નીકળેલી તલવાર લોહી નીતારીને જ મ્યાન થઇ જાય તો દુશ્મનરાજની મહારાણીની મર્યાદામાં કોઇ કચાશ ન રહે તેના પ્રણ પણ ગિરનારનું ગૌરવ બની રહ્યું. ઇતિહાસના પ્રેમી સ્વજનોને આ પુસ્તક ભેટ તરીકે આપો.
Product Details
Title: | Girnarnu Gaurav |
---|---|
Author: | Vipul Vala |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789385128233 |
SKU: | BK0427039 |
EAN: | 9789385128233 |
Number Of Pages: | 244 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 1 January 2021 |