Product Description
આ વાત છે. પરિશ્રમથી પ્રસિદ્ધિ સુધીની પદયાત્રાની, પડકારથી પ્રતિષ્ઠા સુધીની મુસાફરીની. લોકો મોટેભાગે સફળતાથી અંજાઈ જતા હોય છે. કારણકે એ માટે કરવી પડતી મહેનતથી તેઓ અજાણ હોય છે. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી કઠિન હોય છે. પણ જો તમે સાધનસંપન્ન પરિવારમાં ન જન્મ્યા હોવ તો સફળતા વધારે પડકારરૂપ બની રહે છે. અબ્રાહ્મ લિંકન, જે. કે. રોલિંગ, સ્ટીવ જોબ્સ અને બાબાસાહેબ આંબેડકર જેવી અને વિભૂતિઓની સાફલ્યગાથામાં પડકારો છુપાયેલા છે, પણ હિંમત અને ધગશથી આગળ વધીને તેઓ ઉચ્ચ મુકામ સુધી પહોંચી શક્યા છે. આવી જ એક મહાન વિભૂતિની જીવનયાત્રાનું આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવે છે. પરૌંખ ગામની માટીમાંથી દેશના રાષ્ટ્રપતિપદના આસન સુધીની એક સામાન્ય માનવની ગૌરવયાત્રા પાછળ છુપાયેલા મહેનતને સાહજિક શબ્દોમાં તાદેશ કરવાના આ પુસ્તકમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષની ઉંમરે માતાના સ્નેહનો પડછાયો ગુમાવી દેનાર બાળ કોવિંદ જ્યારે પ્રાથમિક ધોરણ પછી માત્ર ભણવા માટે બાર બાર કિલોમીટરની પદયાત્રા શરૂ કરે છે ત્યારે તેમના પ્રારબ્ધનો પણ અજાણપણે પ્રયાસ શરૂ થઈ જાય છે. દેશવાસીઓની સેવા કરવાના ઉદ્દેશથી શરૂ કરેલ વકીલતાનું કાર્યક્ષેત્ર તેમને ખરા અર્થમાં દેશસેવા કરી શકે તેવા રાષ્ટ્રપતિપદ પર આરૂઢ કરે છે. એમના સમગ્ર જીવનને આ બે શબ્દોમાં બખૂબી વર્ણવી શકાય છેઃ “સાદગી અને સેવા”.
Product Details
Title: | Hambo Hambo Returns |
---|---|
Author: | R. Shekhar |
Publisher: | Navbharat Sahitya |
ISBN: | 9788184404180 |
SKU: | BK0422983 |
EAN: | 9788184404180 |
Language: | Gujarati |
Binding: | Hardcover |
Release date: | 01 January 2012 |