15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
જે વ્યક્તિને જગત ‘અશોક દવે’નામથી ઓળખે છે, જાણે છે, ચાહે છે અને માણે છે એ જવ્યક્તિને હું પપ્પા કહી શકું છું. એનાથી વિશેષ ગૌરવંતુ સદભાગ્ય મારે મન બીજું કોઈ ન હોઈ શકે. યસ, એ જ અશોક દવે જેમના હાસ્યલેખોથી હજારો વાચકો છેલ્લા 41 વર્ષોથી પરિચિત છે, એમની સર્જન પ્રક્રિયાની એક વિશિષ્ટ બાજુ એટલે સંગીત પ્રત્યે એમનો પ્રેમ અને ઊંડી જાણકારી. ‘બુધવારની બપોરે’, ‘એન્કાઉન્ટર’ દ્વારા પિરસાતું હાસ્ય અને શુક્રવારે જૂની ફિલ્મો અને સંગીત પર આધારિત એમની કોલમ ‘ફિલ્મ ઇન્ડિયા’એ એક વિશાળ વાચકવર્ગ પ્રસ્થાપિત કર્યો છે. હું અશોક દવે નામક સર્જકને સૌથી નજીકથી ઓળખતો હોવાનો દાવો કરી શકું છું. માટે જ એમ કહીશ કે એમની હાસ્યની કોલમો કરતાં પણ વધારે આ ફિલ્મસંગીત તથા જૂના જમાનાની એ નોસ્ટેલજીક (ઘણી અજાણી અને રસપ્રદ) વાતો એક મોટા સિનિયર સિટીઝન વર્ગ સુધી પહોંચાડવાનો સંતોષ એમને વધારે છે. સમાજનો આ વર્ગ કે જેમના મુખ પર હર્ષ કે ખુશી લાવી, એમના ભૂતકાળના મજાના સંસ્મરણો તાજા કરી દેવાની એમની આ આવડત અશોક દવેના પોતાના માટે પણ ખૂબ મૂલ્યવાન છે. હિંદી ફિલ્મોના ‘એન્સાઇક્લોપીડિયા’ તરીકે એમનાં ઘણાં ચાહકો એમને વધાવે છે, ત્યારે આ પુસ્તકો દ્વારા એ બિરુદને સ્ટેમ્પ મારવાનું કામ અજાણતામાં એમનાથી થયું છે. એક લેખક ઉપરાંત કુશળ પત્રકાર તરીકે પણ એમણે આ ફિલ્મીદુનિયાને ખૂબ નજીકથી નિહાળી છે અને વાચકોને રોચક અને ખૂબ જ રસપ્રદ રીતે પહોંચાડી છે. એમનો ટિપિકલ ‘અશોદ દવે ટચ’ તો આ ફિલ્મી પુસ્તકમાં પણ જોવા મળે છે. એમના દ્વારા રજૂ થતી જાણકારી વાચકો માટે હંમેશા ‘માણનારી’ બની જાય છે.
Product Details
Title: | Hero-Heroine(A Collection Of Humorous Article) (Guj) |
---|---|
Author: | Ashok Dave |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184405637 |
SKU: | BK0478484 |
EAN: | 9788184405637 |
Language: | Gujarati |
Binding: | Hardcover |
Release date: | 1 January 2011 |