15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
આ મારી જીવનકથા નથી. હિમાલયના યોગીઓ પાસેથી અને પ્રિય ગુરુદેવ, તમારી પાસેથી મેં જે અનુભવો મેળવ્યા છે, તેનો આ ઉપહાર છે. એકાકી એક સાંજે, મને એમ લાગ્યું કે અચાનક જ જાણે પ્રકાશનું એક કિરણ ધુમ્મસ વીંધીને આવ્યું. મને નવાઈ લાગી કે આનો શો અર્થ થાય? એ જ સાંજે તમે મને દિવ્ય પ્રેમની એક ઝાંખી કરાવી. અને પછી મેં તમારા હોઠેથી એનું નામ ઉચ્ચારાતું સાંભળ્યું. મારા ભાવિ પર એણે નવો પ્રકાશ પાથર્યો. મારા હૃદયના અંધારખંડમાં એક દીવો પ્રજ્વલિત થયો, જે વેદી પરના દીવાની જેમ અખંડપણે પ્રકાશ્યા કરે છે. જેઓ તમારો સંદેશ સમજશે તેમને માટે પૃથ્વી પર પછી ભય રહેશે નહિ. એટલે આજે ચિર કૃતજ્ઞાતાનું ફૂલ તમારા ચરણ-કમળે પોતાની પાંખડીઓ અર્પણ કરે છે.
Product Details
Title: | Himalay Na Siddhayogi |
---|---|
Author: | Swami, Ajay, |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789351981237 |
SKU: | BK0413579 |
EAN: | 9789351981237 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 01 January 2020 |