Product Description
ઈન્દ્રધનુષની જેમ જ માનવીનું જીવન પણ સુખ અને દુ:ખના વિવિધ રંગોથી ભરેલું છે. સુખ, દુ:ખની કહેવાતી સ્પષ્ટ ભેદરેખામાં જ્યારે આઠમો રંગ Gray ઉમેરાય ત્યારે Dedly વાતાવરણ સર્જાતું હોય છે. વારસાગત સંસ્કારો અને લોહીની સગાઈની સામે જ્યારે માનવીની મનોવિકૃતિનો સંઘર્ષ થાય ત્યારે સરવાળે કોણ જીતે? સૃષ્ટિમાં સર્વત્ર જીવનની બેઢંગી રફ્તાર નજરે પડે છે. ક્યાંય આનંદ-કિલ્લોલનું નથી દેખાતાં. મોટેભાગે દુ:ખ, આપત્તિ અને વેદનાથી ખદબદતી આ દુનિયામાં જીવનના પેલા મૂળ રંગો સાથે ઉમેરાયેલાં નવા Gray રંગનો મેળ પણ કેવી રીતે પાડવો? રોલરકોસ્ટર જેવી અનેક ઘટનાઓથી ભરેલી આ Masterpiece નવલકથા તમને જીવનની સાચી દિશા તરફનો ઈશારો કરશે. ———- આ નવલકથા મડિયાની ઉત્તમ નવલકથાઓમાંની એક છે. પાત્રસૃષ્ટિ, અભિવ્યક્તિની અનોખી છટા, વાસ્તવલક્ષી ચરિત્ર - આ બધું આ નવલકથાને મડિયાની નવલકથાઓમાં આગલી હરોળમાં મૂકે છે. - અમૃત રાણિંગા આ નવલ નારી રૂપોની એક વિતર્તલીલા છે. લેખકે જનને જોયાં છે તે આખરે મનના આલેખન માટે. - કનુભાઈ જાની આ નવલનું નિરૂપણ યરવડાચક્ર જેવું નહીં, અંબરચરખા જેવું છે. - દીપક મહેતા
Product Details
Title: | Indradhanuno Aathmo Rang |
---|---|
Author: | Chunilal Madia |
Publisher: | R.R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789390298563 |
SKU: | BK0444577 |
EAN: | 9789390298563 |
Number Of Pages: | 420 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 10 years and up |
Release date: | 1 January 2021 |