There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Indravati

Release date: 01 January 2021
₹ 188 ₹ 250

(25% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

વેદનાનો માર્મિક દસ્તાવેજ' || માનવીની જેમ ભૂમિને પણ નિયતિ હોય ખરી? || ‘ઇન્દ્રાવતી’ એવી ભૂમિની જન્મ... Read More

Product Description

વેદનાનો માર્મિક દસ્તાવેજ' || માનવીની જેમ ભૂમિને પણ નિયતિ હોય ખરી? || ‘ઇન્દ્રાવતી’ એવી ભૂમિની જન્મકુંડળી માંડે છે, જેણે પુરાણકાળમાં ઇન્દ્રપુરી જેવો વૈભવ ભોગવ્યા પછી હજારો વર્ષથી ઓળખ ગુમાવી દીધી હતી. એ પછી તો સાબરમતીમાં ઘણાં જળ વહી ગયાં અને આખરે એક દિવસ એ સાવ સૂકીભઠ બની ગઈ. ત્યાં ઓચિંતું એનું કિસ્મત આળસ મરડીને જાગી ઊઠ્યું અને હાંસિયે મુકાઈ ગયેલી એ ભોમકામાં આધુનિક ઇંદ્રપુરી સમી રાજધાની વસી ગઈ. જોકે રાજધાનીમાં ફેરવાયેલા એ ગુમનામ ગામડાની પીડા તો કોઈની નજરમાં જ ન આવી! જમીનમાલિકો મજૂરમાં ફેરવાઈ ગયા, અને ‘જગતનો તાત’ કહેવાતો ખેડૂત ઓશિયાળો થઈ ગયો. પોતાની મા સમાન ધરતીમાં એને બે ઘડી વિસામો લેવાનોય હક ન રહ્યો! || વરિષ્ઠ નવલકથાકાર અને લોકચિંતક કેશુભાઈ દેસાઈની કરુણાર્દ્ર નજર, એ ખેડુ પ્રજાને કોતરોમાં દારૂ ગાળતી જોઈને દ્રવી ઊઠી અને સરજાઈ આ અનોખી ભૂમિકથા. સંવેદનશીલ મહિલા સનદી અધિકારીનું માતૃહૃદય, વસુંધરાનાં એ વહાલાંદવલાંની વહારે ધાતું દર્શાવી લોકનિષ્ઠ સર્જકે, નઠોર રાજકારણીઓ દ્વારા ઠેબે ચડાવાયેલ પ્રાચીન ધરોહર ધરાવતા ગ્રામપ્રદેશના જીર્ણોદ્ધારની શ્રદ્ધાસ્પદ માંડણી કરી છે. || ગુજરાત અને ગુજરાતી ઉપરાંત ગ્રામસ્વરાજના પ્રયાગ સમી આ કથા વણકથી વેદનાનો માર્મિક દસ્તાવેજ છે.

Product Details

Title: Indravati
Author: Keshubhai Desai
Publisher: R.R. Sheth & Co. Pvt. Ltd.
ISBN: 9789390572670
SKU: BK0429407
EAN: 9789390572670
Number Of Pages: 218 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Release date: 01 January 2021

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed