🚚 Free Shipping on orders above Rs.500
Product Description
કથા-સાહિત્ય પરના આ આહ્વાનને આ નવલકથામાં રાઘવજી માધડે ઝીલી બતાવ્યું છે. ‘જળતીર્થ’માં એમણે આપણી, વિશેષ કરીને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને વિષયવસ્તુ તરીકે ગ્રહણ કરીને એક સંતર્પક નવલકથા આપી છે. મુંબઈમાં અનુરાધા નામની સુખી સંભ્રાન્ત મહિલા છે. એની પુત્રી પલ્લવી આધુનિક સુશિક્ષિત યુવતી છે. પોતાના પિતા વિશે એને કશી માહિતી નથી. સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો અભ્યાસ કરવા માટે એ માતાની સૂચનાથી સૌરાષ્ટ્રના અંતરિયાળ પ્રદેશમાં આવેલા ‘સત્યાનંદ આશ્રમ’માં આવે છે. આશ્રમમાં સ્વામીજીના વાત્સલ્યસભર અને સંમોહક વ્યક્તિત્વને જોતાં જ પલ્લવીને લાગે છે કે એમને ક્યાંક જોયા છે. નઘરોળ વાસ્તવિકતાને નજરઅંદાજ કર્યા સિવાય રાખમાં ઢબુરાયેલા અંગારાને ફૂંક મારવાનો પ્રયાસ કર્યો છે. અંગારો સ્વયમ્ પ્રકાશિત થાય – એકાદ ગામ કે કુટુંબ પણ પીવાનાં પાણી અર્થે સ્વનિર્ભર થશે તો નાયિકા પલ્લવીનું ગામડે આવવું સાર્થક નીવડશે.
Product Details
Title: | Jaltirth (Guj) |
---|---|
Author: | Raghavji Madhad |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789395556750 |
SKU: | BK0480956 |
EAN: | 9789395556750 |
Number Of Pages: | 222 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 1 May 2023 |