Product Description
વિશ્વના દોઢસોથી વધુ દેશોમાં રમાતી ચેસમાં ભારતને પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર, એકવીસ મહિના સુધી ‘નંબર વન ઈન ધ વર્લ્ડ’ રહેનાર, છ વખત ‘ચેસ ઓસ્કાર’ પામનાર, પદ્મવિભૂષણથી સન્માનિત પ્રથમ સ્પોટર્સ-પર્સન બનનાર, એક સમાજસેવી સંસ્થાને પોતાનો વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડન દાન કરી દેનાર અને મંગળ અને ગુરુ ગ્રહોની ભ્રમણકથા વચ્ચેના લઘુગ્રહોના પટ્ટામાંના એક લઘુગ્રહનું નામ જેના નામ પરથી ‘4538-વિશીઆનંદ’ રાખવામાં આવ્યું છે, એ વિશ્વનાથન આનંદ વિશે તમે કંઈ જાણતા ન હોય એ કેમ ચાલે? વિશ્વનાથન આનંદ કેવી રીતે અને ક્યારે ચેસ રમવા પ્રેરાયા હશે, ચેસના ફલક પર પા પા પગલી ભરતાં તેઓ કેવી રીતે માત્ર અઢાર વર્ષની ઉંમેર ‘ધ ગ્રાન્ડમાસ્ટર’ સુધી પહોંચી ગયા હશે. એ પછી તેમનું ચેસ-કરિયર કેવું રહ્યું હશે એ તમામ બાબતો ઉપરાંત, પુત્ર તરીકે, પતિ તરીકે, પિતા તરીકે, મિત્ર તરીકે, ભારતીય નાગરિક તરીકે અને ચેસના અન્ય ખેલાડીઓ સાથે આનંદનું જીતવાનું કેવું ગૌરવપૂર્ણ છે તેની વાત આ પુસ્તકમાં છે. વિશ્વનાથન આનંદ ચેસની રમતમાં ‘ઓપનિંગ સ્ટ્રેટેજી’, ‘મિડલ ગેમ સ્ટ્રેટજી’, ‘એન્ડ ગેમ સ્ટ્રેટેજી’ વિશે શું માને છે અને એ કેવી રીતે ચેસની રમતમાં પોતાની ચાલ ગોઠવે છે, એ તેમની અમુક ઐતિહાસિક મેચોના વિશ્લેષણ દ્વારા સમજીશું. ચેસ ફક્ત એક રમત ન રહેતાં, સુસંસ્કારોના સમન્વય સાથે, તર્કશક્તિ વધારીને વ્યક્તિત્વ વિકાસમાં કેવી રીતે સહાયક થઈ શકે છે એ પણ આ પુસ્તકમાં રોચક રીતે આલેખવામાં આવ્યું છે.
Product Details
Title: | Je Malyu Maanyu Ghanu |
---|---|
Author: | Kundanika Kapadia |
ISBN: | 9788184400342 |
SKU: | BK0422968 |
EAN: | 9788184400342 |
Number Of Pages: | 124 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |