Product Description
કર્ણ એટલે કોણ? મહારથી....દાનેશ્વરી કે જન્મથી જીવનના અંતિમ તબક્કા સુધી તરછોડાયું એવું પાત્ર જે આજીવન પોતાના અસ્તિત્વની શોધમાં ભટકાય કરતું હતું. કર્ણ પાસે કૌવત હતું પણ કુળ નહોતું. કર્ણનો જન્મ માત્ર કુંતિની જિજ્ઞાસા અને બાલિશતાના પરિણામ સ્વરૂપે થયો હતો. મહાભારતને માત્ર કથા તરીકે જોઈએ તો જો કુંતિએ ઘેલછા રાખીને મંત્રપ્રયોગ ન કર્યો હોત તો દુનિયાને આવો વીર અને દાનેશ્વરી પુરુષ સાંપડ્યો જ ન હોત. સૂર્યનું તેજ અને ઓજસ લઈને જન્મલો કર્ણ પોતાની શક્તિઓને સિદ્ધ કરવા માગતો હતો પણ તે સારથિપુત્ર હતો. પાંડવો અને કૌરવોની વિદ્યાપૂર્તિ બાદ રખાયેલી કસોટીમાં કર્ણનો પ્રવેશ અને અર્જુનને હંફાવવો એ માત્ર સંકેત હતો કે અર્જુન કરતાં પણ મહાન પાત્રો આ વિશ્વમાં છે. પહેલાં એકલવ્ય હતો, જેને અર્જુનના ગુરુએ વામણો કરી નાખ્યો. જીવનની સંધ્યાએ પોતાના મિત્રના શત્રુઓની માતાના મુખે તેને સત્ય જામવા મળે છે કે કોઈ વિકલ્પ જ નહોતો. તે કુંતિને માત્ર એટલું જ કહે છે, તારા પાંચ પુત્રો કાયમ જીવતા રહેશે. કૃષ્ણ આ વાતનો મર્મ જાણતા હતા અને તેમણે અંતે કર્ણનો જ ભોગ લેવાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. કર્ણ દાનેશ્વરી હતો, દયાળુ હતો અને સારી બાબતોને સાથ આપનાર હતો છતાં તે ખોટા પક્ષે હતો. ધર્મયુદ્ધમાં તેનો પક્ષ તેના મૃત્યુનું કારણ બન્યો હતો..
Product Details
Title: | Karnani Aatmakatha |
---|---|
Author: | Manu Sharma |
Publisher: | Navsarjan Publication; First edition |
ISBN: | 9789385069703 |
SKU: | BK0449137 |
EAN: | 9789385069703 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 01 January 2016 |