15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
પૃથ્વીની એક વધુ પ્રદક્ષિણા જૂલે વર્ન જેવા કસાયેલા લેખકની કલમે આપણને અહીં મળે છે. સાવ જુદા જ પ્રકારે અને જુદા જ માહોલમાં લખાયેલી કથા જૂલે વર્નની મહાનવલકથાઓ પૈકીની એક છે.|| આજથી દોઢસો વર્ષ પહેલાંની દુનિયાની આ વાત છે. ‘ખોવાયેલાની ખોજમાં’નો કથાનાયક લૉર્ડ ઍડવર્ડ ગ્લેનાર્વન જુદા જ હેતુ માટે દરિયાઈ સફરે નીકળે છે. શાર્કના શિકાર દરમિયાન એના પેટમાંથી નીકળેલી કાચની બૉટલમાંના અસ્પષ્ટ અને ચૂંથાઈ ગયેલા દરિયાઈ સંદેશમાં મદદની માગણી થઈ હતી. એના જ દેશના કૅપ્ટન ગ્રાન્ટના જહાજ ‘બ્રિટાનિયા’ને મદદની જરૂર હતી. પત્રમાંના તૂટક શબ્દોના આધારે કરી શકાયેલા અર્થઘટન પ્રમાણે જ એ સ્થળની શોધ કરવાની હતી. અને મુશ્કેલીઓમાં ફસાયેલા પોતાના દેશવાસીને બચાવવાનો હતો.|| જૂલે વર્નની આ કથામાં પ્રવાસ છે, સાહસ છે, ઇતિહાસ અને ભૂગોળ પણ છે. અહીં વિજ્ઞાન તો છવાયેલું જ રહે છે, પરંતુ વર્નની કથાઓમાં ભાગ્યે જ દેખાતો હાસ્યરસ પણ અહીં છે. બે મહાખંડો અને એક ટચૂકડા દેશની ધરતી અને લોકજીવનને આવરી લેતી અને ત્રણ ભાગમાં લખાયેલી આ કથાનું ફલક ઘણું મોટું છે. જૂલે વર્નની આ કથાના વિષમ અનુભવોમાંથી કથાનાયકોની સાથે સાથે સહૃદયી ભાવકો પણ અનાયાસપણે પસાર થતા હોય એવું અનુભવાશે.|| “સમયની પાર જોઈ શકતા લેખકની રોમાંચક અને અદ્ભુત કથા”
Product Details
Title: | Khovayela Ni Khojma |
---|---|
Author: | Jule Varn |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789381336847 |
SKU: | BK0413793 |
EAN: | 9789381336847 |
Number Of Pages: | 504 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2015 |