30% off on Books 📚
20% Off on Non Books
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર… મા ભારતીના પરમ ઉપાસક! સ્વતંત્રતાના આરાધક. અંગ્રેજ સલ્તનત સામે જેણે ક્રાંતિજંગ આદર્યો હતો… આઘાત-પ્રત્યાઘાતોને જેણે હસતા મુખે પચાવ્યા. માનવમાત્રને અને તેમાંય અસ્પૃશ્ય બાંધવો માટે જીવન ખર્ચ્યું. કઠણ કાળજું હોવા છતાંય પુષ્પ જેવા કોમળ હૈયે જીવનને જીવી ગયા… આંદામાનની કાળકોટડીમાં યુવાનીની બલી આપનાર વીર સાવરકર સ્વયં એક પ્રેરણા છે…. બબ્બે કારાવાસ, વિનાયક સાવરકર : ઉંમર : વર્ષ-27, કેદી ક્રમાંક : 32778, વર્ગ-સી, કક્ષા-2, કેદી થવાનું વર્ષ : 1910... મુક્તિનું વર્ષ : 1960! કુલ સજા પચાસ વર્ષની, એટલે કે 27 વર્ષીય સાવરકર 1960માં મુક્ત થાય ત્યારે 77 વર્ષના હોય! આંદામાનમાં મજબૂત માણસો પણ પાંચ વર્ષમાં તૂટી જતા હતા. એ આંદામાનમાં સાવરકર 1910થી 1921 સુધી અગિયાર-બાર વર્ષ રહ્યા. જીવનના 27મા વર્ષે આંદામાનમાં પુરાઈ ગયેલા સાવરકર ફરીથી ભારતની ધરતી પરની અલિપુર જેલમાં આવ્યા ત્યારે 54 વર્ષના થઈ ગયા હતા. પચાસ વર્ષની કાળા પાણીની આજન્મ સજા પછી માણસ આત્મહત્યા કરી નાંખે અને કેટલાય ક્રાંતિકારીઓએ આંદામાનમાં આત્મહત્યા કરી હતી. પણ સાવરકર તો સિંહ હતા. નિર્ભય અને દૃઢનિશ્ચયી હતા. કદી પોતાનો અને પરિવારનો સ્વાર્થ જોયો નહોતો. એમના ભાઈને પણ કાળા પાણીની સજા થઈ હતી. ઇંગ્લૅન્ડ બૅરિસ્ટર બનવા ગયા તો ત્યાં અંગ્રેજોની છાતી પર ભારતની સ્વતંત્રતાની લડત આદરી. એમણે કઠોર ક્રાંતિકાર્યના પથ પર ચાલતા રહી ભારતમાતાની મુક્તિ માટે જંગ ખેલ્યો હતો. સાવરકરના સમગ્ર જીવનનું પ્રત્યેક પૃષ્ઠ ભારતીય માટે પ્રેરણારૂપ છે. રસીકબા હેમુદાન કેસરિયાએ આવા મહાન... જાજ્વલ્યમાન...પ્રેરણારૂપ ક્રાંતિવીરની જીવનકથા અહીં બહુ અનન્ય રીતે આલેખી છે… — કિશોર મકવાણા
Product Details
Title: | Mahaparakrami Swantantryaveer Savarkar (Guj) |
---|---|
Author: | Rasikba Kesariya |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789395556439 |
SKU: | BK0480330 |
EAN: | 9789395556439 |
Number Of Pages: | 200 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 1 October 2022 |