Product Description
આપણે આધ્યાત્મિક સંસ્કૃતિના વારસદારો છીએ. આપણે સંતો-મહંતો, ઋષિઓ અને શાસ્ત્રોના માણસો છીએ. આપણે ભારતીયો છીએ. આપણને ભારતીય હોવાનો ગર્વ છે. મારા લોહીમાં મારા માતાપિતાના સંસ્કાર અને મારા વતનની યાદ અને સંસ્કૃતિ હજી અકબંધ અને સલામત છે. મારા ધર્મ અને મારા ધાર્મિકતા માટે મને ગૌરવ છે. હું ઇચ્છું છું કે, મારાં સંતાનો અને મારાં પૌત્રો-પૌત્રીઓ અમેરિકામાં રહીને પણ આપણાં સંસ્કાર - સંસ્કૃતિ, આપણો ધર્મ અને આપણી પરંપરાઓ સાચવી રાખે. મહત્ત્વની બાબત એ છે કે જે સંસ્કાર અને સંસ્કૃતિની વાત કરીએ છીએ એ સંસ્કાર અને સંસ્કૃતિ છે શું? સંસ્કાર અને સંસ્કૃતિ પરસ્પર સંકળાયેલાં છે. ‘મારી સંસ્કૃતિ ભૂંસાતી ચાલી’ પુસ્તક બે સંસ્કૃતિઓની ખાસિયતોને ધ્યાનમાં રાખી, એક સંસ્કૃતિને સમજી, સ્વીકારીને હતાશાઓ અને ચિંતાઓના ઉકેલ તરફ આંગળી ચિંધે છે. વિભિન્ન સંસ્કૃતિઓના સંમિશ્રણ પછી ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ સાચવવાની બાબતમાં ચિંતિત એવાં સૌ ગુજરાતી ભાઈ-બહેનો માટે ઉપયોગી પુસ્તક.
Product Details
Title: | Mari Sanskruti Bhusati Chali (Guj) |
---|---|
Author: | R. D. Patel |
Publisher: | Zen Opus |
ISBN: | 9789392592072 |
SKU: | BK0478979 |
EAN: | 9789392592072 |
Number Of Pages: | 128 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 31 May 2022 |