15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
ભગવદગીતમાં અર્જુન શ્રીકૃષ્ણને કહે છે. ‘તમે કહેશો એ વચનને હું પાળીશ’ અને પછી મહાભારતના યુદ્ધ વચ્ચે શ્રીકૃષ્ણ અર્જુનને ભગવદગીતા સ્વરૂપે અમર જીવનસૂત્રો કહે છે...કહ્યા પછી કૃષ્ણ અર્જુન કહે છે. ‘તને યોગ્ય લાગે તેમ કર....’ કંઈક એમ જ દુનિયાના મહાભારતમાંથી અંતરાત્માના કૃષ્ણને સાંભળીને સફળ થયેલ અલગ-લગ ક્ષેત્રોની 108 વ્યક્તિઓએ આ પુસ્તકમાં ‘મારું જીવનસૂત્ર’ આલેખ્યું છે, જેમાંથી એમની જિંદગીને સફળતા, સંતોષ અને જીવનનો સાચો માર્ગ મળ્યો છે. આ બધાં જ વ્યક્તિત્વો એમના જીવનસૂત્રના આધારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં માઇલસ્ટોન બની ચૂક્યાં છે. ભગવાન રામે ખિસકોલીની પીઠ પર હાથ ફેરવ્યો ત્યારથી ખિસલોકીની પીઠ પર કાળા-સફેદ પટ્ટા પડી ગયા. કારણ કે, ખિસકોલીએ ભગવાન શ્રીરામને સેતુ બનાવવામાં મદદ કરી હતી. ખિસકોલી પોતાની પીઠ પર બની શકે તેટલી ધૂળ લાવીને વાનરો અને પશુઓની સંગાથે-સૌથી નાની-ભગવાનની સૈનિક બનેલી. આ જીવનસૂત્રો ખિસકોલીની પીઠ પરની રેત જેવા છે એનાથી સપનાં અને દુનિયા વચ્ચે આજીવન સેતુ બની શકે એમ છે. જીવનસૂત્ર મનના બેકગ્રાઉન્ડમાં પોતાના ધ્યેયને પજવ્યા વિના ગૂંજતું રહેવું જોઈએ તો જ સૂત્ર એકસૂત્ર થઈને સફળતા ને સંપની ભાષા શીખવાડી શકે....
Product Details
Title: | Maru Jivansutr |
---|---|
Author: | Ankit Trivedi |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184408010 |
SKU: | BK0426712 |
EAN: | 9788184408010 |
Language: | Gujarati |
Binding: | Hardcover |
Release date: | 01 January 2013 |