Product Description
બળરામના સ્વભાવ અને ચરિત્ર વિષે પુરાણોમાંથી જે ઇશારા મળે છે તેમાં તે પૂરા તળ ધરતીના આદમી વરતાય છે. મહાપરાક્રમી હોવા છતાં તેમનામાં કૃષ્ણ જેવી રાજદ્વારી કુનેહ કે અલૌકિકતાની આભા જોવા મળતી નથી. વિશેષ તો એક મદ્યપ અને મસ્તરામ તરીકેની તેમની છબી છે. રેવતીના વિરહથી સ્થૂળ મદ્યમાં સરી પડતાં અને રેવતીના સૂક્ષ્મ સહવાસથી તેમને ઊંચે ચડતા ‘અમર વારુણી’ પીતા મેં આલેખ્યા છે. પૃથ્વી અને પારીલૌકિકતાના આ તંતુ પાછળ લેખકની કલ્પના કરતાં એક સૂક્ષ્મ જગતની અનુભૂતિનો સહારો છે એટલું કહી દેવાની અહીં છૂટ લઉં છું. ભૌતિક અને દૈવિક તાણાવાણાના મિલન વિના જીવનનું દર્શન કાયમને ખાતે અધરું, છિન્નભિન્ન અને અર્થહીન રહી જવાનું એમ લાગ્યા કરે છે. આ વાતને નિબંધો દ્વારા કહેવાનું મન થઈ જાય પણ મેં તો નવલકથા દ્વારા એ કહી નાખી, વાર્તારસિયા મિત્રોને કાને નાખવા.
Product Details
Title: | Matino Mahekto Saad |
---|---|
Author: | Makrand Dave |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184401943 |
SKU: | BK0426578 |
EAN: | 9788184401943 |
Number Of Pages: | 248 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 1 January 2009 |