Product Description
નેપોલિયન બોનાપાર્ટ ફ્રાંસ ક્રાંતિના એક જનરલથી માંડીને સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ સુધી પહોંચ્યા. તેઓ ‘નવેમ્બર, 1799 થી 18 મે, 1804 ફ્રેંચ રિપબ્લિકના પહેલા કાઉન્સિલના રૂપમાં ફ્રાંસના શાસક રહ્યા. 18 મે, 1804થી માંડીને 6 એપ્રિલ, 1814 સુધી તેઓ નેપોલિયન પ્રથમ તરીકે ફ્રાંસના સમ્રાટ અને ઈટાલીના રાજા હતા.’ કોઈપણ ભૂમિકામાં તેઓ પશ્ચિમના ઇતિહાસના અત્યાર સુધીનાં સૌથી યશસ્વી વ્યક્તિત્વોમાંના એક છે. તેઓ ફ્રાંસ રાજ્યના સૈન્ય પ્રત્યે સમર્પિત હતા, જેના માટે તેમણે સૈન્ય સંગઠન અને પ્રશિક્ષણમાં ક્રાંતિ લાવી દીધી. આથી દુનિયાની સૈન્ય એકેડમીઓમાં તેમનાં અભિયાનોનું અધ્યયન કરાય છે અને તેઓ અત્યાર સુધીના એક મહાન કમાન્ડર મનાય છે. નેપોલિયનના ઘણા સુધારાઓએ ફ્રાંસના સંસ્થાનો અને પશ્ચિમી યુરોપના અનેક ભાગ પર અમીટ છાપ છોડી. પોતાના જીવનકાળમાં તેમણે ઘણું સમ્માન પ્રાપ્ત કર્યું અને આથી જ તેમને ઇતિહાસના એક મહાનાયક ગણવામાં છે. એક મહાન શાસક અને સેનાનાયકની પ્રેરણાદાયક અને વાંચનયોગ્ય જીવનગાથા.
Product Details
Title: | Napoleon Bonapart |
---|---|
Author: | Vimal Kumar |
Publisher: | Balvinod Prakashan |
ISBN: | 9789385128790 |
SKU: | BK0416688 |
EAN: | 9789385128790 |
Number Of Pages: | 136 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 1 January 2018 |