15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
રૂમ નંબર 509ના દર્દીઓની મૃત્યુઘડી લખાઈ ચૂકી હતી...તેમાંથી એક હતી ઓગણીસ વર્ષની મેડિકલ સ્ટુડન્ટ...ખૂબ જ પ્રતિભાશાળી....તે ઝૂઝી રહી હતી એક એવી બીમારી સામે, જે પ્રત્યેક પળે તેને મૃત્યુ તરફ ધકેલી રહી હતી... એક ભયંકર પીડાદાયી મૃત્યુ...પણ તેને મળનારો દરેક શ્વાસ એક વરદાન જેવો હતો. પણ તે એકલી નહોતી. એક બીજી વ્યક્તિ પણ હતી. તેના જેવી. તેને મૃત્યુ સાથે એટલો જ લગાવ હતો, અને જિંદગીથી એટલી જ નફરત...પચ્ચીસ વર્ષનો એક છોકરો, તેને નશો ન છોડયો તો શ્વાસો જ એને છોડી જવા તૈયાર થઈ ગયા. અંતર ખાલી એટલું જ હતું કે તેની માટે જિંદગી એક બોજથી વધારે કશું જ નહોતી. જેટલો જલદી આ બોજ છૂટે એટલું સારું..... આ બંનેના જીવન-મૃત્યુ વચ્ચે ઊભા હતા બે પ્રતિષ્ઠિત ર્ડાક્ટર જે માત્ર આ બંનેની જિંદગી બચાવવા માટે જ નહોતા લડી રહ્યા પણ પોતાના ભૂતકાળ સામે પણ લડી રહ્યા હતા. આ બંનેને બચાવવા માટે તે કંઈ પણ કરવા, પોતાનું મેડિકલ કેરિયર પણ દાવ પર મૂકવા તૈયાર હતા. જિંદગીની સફરમાં હોસ્પિટલમાં વિતાવેલા આ અંતિમ બે દિવસ....આ બે દિવસે માત્ર તે બંનેને જ નહીં, પણ ર્ડાકટર્સ અને તેમની આસપાસમાં જે હતા તે બધાનો દ્રષ્ટિકોણ અને તેમની જિંદગી સાવ એ રીતે બદલી નાખી કે એવું તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. પ્રેમ, જિંદગી અને દોસ્તી જેવા એહસાસોને રજૂ કરતી આ એક એવી માર્મિક વાર્તા છે, જે આપણને જણાવે છે. કે જીવતા રહેવાનો અર્થ શું છે અને જિંદગીનું મૂલ્ય આખરે શું છે....
Product Details
Title: | Of Course I Love You...!(Guj) |
---|---|
Author: | Durjoy Datta |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789351981947 |
SKU: | BK0413607 |
EAN: | 9789351981947 |
Number Of Pages: | 256 pages |
Language: | English |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2018 |