There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Pan Hu To Tane Prem Karu Chu! 2

Release date: 01 January 2017
₹ 298 ₹ 350

(15% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

એક મનોચિકિત્સક તરીકે વર્ષોના અનુભવ ઉપરથી એક વાત તો હું ખૂબ દ્દઢતાપૂર્વક કહી શકું છું કે વ્યક્તિના... Read More

Product Description

એક મનોચિકિત્સક તરીકે વર્ષોના અનુભવ ઉપરથી એક વાત તો હું ખૂબ દ્દઢતાપૂર્વક કહી શકું છું કે વ્યક્તિના સુખ-દુઃખ કે જીવનની સાર્થકતાનો ઘણો મોટો આધાર તેના સંબંધોની મજબૂતાઈ ઉપર રહેલો છે. આ સંબંધો લગ્નજીવનના હોય, સંતાનો સાથેના હોય, કુટુંબ-સમાજ સાથેના હોય કે પછી બીજા કોઈ પણ ! આ પૈકી વિજાતીય સંબંધો અને લાગણીઓના સંબંધો તો વ્યક્તિના મનની તંદુરસ્તી માટે અતિ મહત્વના છે. મિલકતોના ઢગલા ઉપર બેઠેલી, પરંતુ સંબંધોથી વિખૂટી પડી ગયેલી વ્યક્તિઓને, જીવનના કોઈ તબક્કે જીવનની નિર્થક્તા મનોમન સતાવે છે અને સંબંધોમાં અનુભવેલા વલોપાતમાં તે રિબાયે જતી હોય છે. ટેકનોલોજી અને સંપર્કના માધ્યમોને કારણે સંબંધોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. લાગણીઓ કદીય ના વહેંચી હોય તેટલી વહેંચી શકાય છે પરંતુ ઉષ્મા-હૂંફમાં જબરદસ્ત ઘટાડો થઈ ગયો છે. એક હજાર ‘આર આઈ પી’ (રેસ્ટ ઈન પીસ) મેસેજિસ કરતાં આપણા ખભા ઉપર એક પણ શબ્દ બોલાયા વગર મુકાયેલો હાથ વધુ શાતા આપનાર છે એ કહેવાની નહીં, અનુભવવાની વાત છે. જે પરિબળોએ પશ્ચિમીઓની માનસિક શાંતિની ઘોર ખોદી એ પરિબળોને આપણે ગળે વળગાડી રહ્યા છીએ તે આપણી આવનારી પેઢીની સૌથી મોટી કમનસીબી છે. બીજા શબ્દોમાં કહીએ તો તદુરસ્ત અને સાર્થક જીવન જીવવાની ઝંખના હોય તો સંબંધોને મજબૂત નથી ! આ પુસ્તકમાં સંબંધોને મજબૂતાઈ આપે તેવી વાતો સરળ અને હળવી શૈલીમાં લખાયેલી છે. પુસ્તકનું પ્રત્યેક પાનું સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં નક્કર ડગલું છે.

Product Details

Title: Pan Hu To Tane Prem Karu Chu! 2
Author: Dr. Hansal Bhachech
Publisher: Navbharat Sahitya Mandir
ISBN: 9789351981640
SKU: BK0413948
EAN: 9789351981640
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Release date: 01 January 2017

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed