Product Description
તમે ફરિયાદ કરો છો કે તમારી અને આપણી મુલાકાત થતી નથી, પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છું. વહેલી પ્રભાતે પંખીઓનાં કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છું અને સૂર્યનાં કિરણોનો પોશાક ધારણ કરીને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જ્યારે તમે પગલાં માંડો છો ત્યારે ઘંટાનાદમાં છુપાઈને હું તમારું સ્વાગત કરું છું અને એમને ચરણે પુષ્પો ધરો છો ત્યારે પ્રભાતનાં પુષ્પો બનીને હું જ તમારા હાથમાં શોભું છું. સૂર્યથી તેજ છૂટું પડી શકતું નથી, સાગરથી મોજાં વિખૂટાં પડતાં નથી અને વસ્તુમાંથી છાયા દૂર થઈ શકતી નથી તો પછી તમે જ કહો કે તમે અને હું જુદા કેવી રીતે છીએ?.
Product Details
Title: | Prabhatnan Pushpo |
---|---|
Author: | Vaju Kotak |
Publisher: | Chitraleka Prakashan |
ISBN: | 9788193174470 |
SKU: | BK0413574 |
EAN: | 9788193174470 |
Number Of Pages: | 318 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 1 January 2015 |