Product Description
પ્રેમને કોઈ સીમા નથી નડતી સુખી થવાની એકમાત્ર ચાવી અન્યને સુખી કરો. મધુ પંડિતને આ પ્રશ્ન વારંવાર પુછાતો – ‘તમે સાધુ બનવા IIT છોડ્યુ ?’ ગાડરિયા પ્રવાહમાં તણાયા હોત તો મધુ પંડિત આજે કોઈ મસમોટી કંપનીનું અવલ્લ સ્થાન શોભાવતા હોત, એને બદલે આજે તેઓ મોટા મંદિરના CEO છે. તેમના ગુરુ એ.સી. ભક્તિવેદાંત શ્રીલ પ્રભુપાદના આશીર્વાદથી અને દિવ્ય આયોજનને પ્રતાપે તેમણે આ માર્ગ અપનાવ્યો છે. ઇસ્કોન મંદિરની ફાજલ જમીનનો સદુપયોગ કરવાનો વિચાર મોહનદાસ પાઈ સાથે એક મિટિંગમાં સાવ અનાયસે આવ્યો. બેંગ્લોરની આસપાસની સરકારી શાળાઓનાં 1500 બાળકો માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. આજે ‘અક્ષયપાત્ર’ વિશ્વનો સૌથી મોટો સેવાકિય સંસ્થા સંચાલિત મિડ-ડે મિલ પ્રોગ્રામ છે. ભારતનાં બાર રાજ્યોનો 18839 સરકારી શાળાઓનાં 17 લાખ જેટલાં બાળકોને અક્ષયપાત્રનાં 33 રસોડામાંથી રોજ ગરમાગરમ મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે. આધ્યાત્મિક ગુરુઓ અને મૂડીવાદી ધનિકોના સુભગ સમન્વયથી શરૂ થયેલ એક અનન્ય સ્ટાર્ટઅપની તથા તેના વિકાસની સત્યઘટના તમારા રોમેરોમમાં અનેરી લાગણી ફેલાવશે. મન, હૃદય અને આત્માના સુમેળથી સર્જાયેલી આ ‘Made in India’ ની સફળ દાસ્તાન છે. રશ્મિ બંસલ લિખિત ‘God’s Own Kitchen’ નો અત્યંત રસાળ ભાવાનુંવાદ સોનલ મોદીની કલમે.
Product Details
Title: | Prabhuni Prembhari Prasadi |
---|---|
Author: | Rashmi Bansal |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184405491 |
SKU: | BK0416684 |
EAN: | 9788184405491 |
Number Of Pages: | 264 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2018 |