15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
કેટલાંક એવાં માતા-પિતા છે જે સંતાનને સતત વખોડ્યા અને વગોવ્યા કરે છે. એમનો દીકરો કે પુત્રવધૂ ગમે તેટલી સેવા કરે કે ગમે તેટલું ધ્યાન રાખે એમને ઓછું જ પડે છે. વાંધા પાડવાની ઑલિમ્પિકમાં આવાં માતા-પિતાને ગોલ્ડ મેડલ મળી શકે એમ છે. સંતાનો તેમ છતાં મૂંગે મોઢે માતા-પિતાને સાચવે છે, પ્રેમથી નહીં - ફરજ માનીને! સંતાનો પણ બહારના માણસોની હાજરીમાં માતા-પિતાનો બચાવ કરે છે, એમનાં મહેણાં, કડવી ભાષા કે ફરિયાદોને સતત એક્સ્પ્લેન કર્યા કરે છે. મનોમન ગમે તેટલો ગુસ્સો આવતો હોય કે પીડા થતી હોય તેમ છતાં આ સંતાનો પોતાની ફરજ ચૂકતાં નથી. [ પુસ્તકના ‘જો રિશ્તા બોજ બન જાયે,ઉસકો છોડના અચ્છા?’ લેખમાંથી ] સાચું પૂછો તો પ્રેમનું સ્થાન ઈશ્વરથી સહેજેય ઊતરતું નથી, બલ્કે જો એને સંપૂર્ણ અનુભૂતિ સાથે અસ્તિત્વમાં ઉતારવામાં આવે તો પ્રેમ જ ઈશ્વર છે... આપણે બધા જ, કદાચ અજાણતાં પણ અણગમા અને તિરસ્કારને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છીએ. અસ્વીકાર જેટલી સહજતાથી આપણને અનુકૂળ આવે છે એટલી સહજતાથી સ્વીકાર કરવાનું આપણે શીખી શકતા નથી. આપણો પ્રેમ આપણા પ્રિયજનમાં કે પ્રિયપાત્રમાં ‘બદલાવ-તલબ’ પ્રેમ છે! પોતાને અનુકૂળ છે તે રીતે વર્તે ત્યાં સુધી જ વ્યક્તિ પ્રિય હોય એ કેવી માનસિકતા છે? પ્રેમ તો અન્યને અનુકૂળ થવાનું શીખવે છે... જ્યારે આપણું આપણા પર જ બસ ના ચાલે, એવી હાજરીને પ્રેમ કહેવાય. ભીતર અનેક કામનાઓ લઈને ગયા હોઈએ પણ ગુરુની કે ઈશ્વરની સામે હોઈએ ત્યારે કશુંય માગી ન શકવાની પરાધીનતા પ્રેમ છે! અપેક્ષાઓને કારણે કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ જોડાય, પણ જ્યારે એ વ્યક્તિની નિકટ જઈએ ત્યારે અપેક્ષા ખરી પડે અને માત્ર અહેસાસ બાકી રહે એ પ્રેમ છે... ઇર્શાદ કામિલની જ એક પંક્તિ, ‘કુછ રિશ્તોં કા નમક હી દૂરી હોતા હૈ, ન મિલના ભી બહોત જરૂરી હોતા હૈ.’ [ પુસ્તકના ‘કૌન મેરા, મેરા ક્યા તૂ લાગે?’ લેખમાંથી ]
Product Details
Title: | Prit Ek Bija Ni |
---|---|
Author: | Kaajal Oza Vaidya |
Publisher: | Zen Opus |
ISBN: | 9789390521821 |
SKU: | BK0451891 |
EAN: | 9789390521821 |
Number Of Pages: | 144 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 30 April 2021 |