Product Description
RSSના નવ દાયકાના એકધારા પરિશ્રમથી આજે દેશમાં હિન્દુચેતનાનું મોજું આવ્યું છે. હવે ભારતના ભાગ્યવિધાતા હિન્દુ જ છે તેવો દૃઢ વિશ્વાસ જાગ્યો છે. પરિણામે RSSના સ્થાપનાકાળથી જ લોકોની સાથે સાથે Mediaમાં પણ સંઘ વિશે જાણવા-સમજવાની જિજ્ઞાસા વધતી રહી. જોકે સંઘનો પ્રસિદ્ધિપરામુખ સ્વભાવ હોવાના કારણે એણે હંમેશાં પોતાના કાર્યને વધુ મહત્ત્વનું ગણ્યું, પ્રચારને નહીં. છતાં પ્રસંગોપાત સરસંઘચાલકે Mediaને મુલાકાતો આપી સંઘ વિશે ચાલતી વિવિધ અટકળો તેમજ વિવિધ પ્રશ્નો બાબતે જિજ્ઞાસા-સમાધાન સંતોષવાનો પ્રયાસ કર્યો. પ્રથમ સરસંઘચાલક ડૉ. હેડગેવારે તો Mediaને કોઈ મુલાકાત નહોતી આપી, પરંતુ ત્યાર પછીના સરસંઘચાલક – પૂજનીય ગુરુજીથી લઈ બાળાસાહેબ દેવરસ, રજ્જૂભૈયા, સુદર્શનજી, મોહનજી ભાગવતે Medaiને અલગ અલગ સમયે મુલાકાતો આપી હતી. આ મુલાકાતોને સંપાદિત કરી અહીં પુસ્તકરૂપે વાચકો સમક્ષ મૂક્યું છે.
Product Details
Title: | Rastra Sathe Sakshatkar (Guj) |
---|---|
Author: | Kishor Makwana |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789394502185 |
SKU: | BK0480305 |
EAN: | 9789394502185 |
Number Of Pages: | 200 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 August 2022 |