15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
લંડન લાઈબ્રેરીની એક છાજલી પર એક ખોખું મળી આવે છે. જ્યારે આશ્વર્યચક્તિ ગ્રંથપાલ એ ખોખું ખોલે છે. તે ચીસ પાડી ઉઠે છે અને પછી બેહોશ થઈ જાય છે. વેટિકનની ભુલભુલૈયા જેવી ગલીઓમાં એક સુંદર પણ ભાડૂતી હત્યારા તરીકે કામ કરતી સ્ત્રી એવા સોગંદ લે છે કે તેના વિકૃત પંથમાં ન માનનારા તમામને તે મારી નાખશે. લશ્કર-એ-તલવાર નામનું ચુનંદા લડવૈયાઓનું આતંકવાદી જૂથ આખી દુનિયામાં ફેલાયેલું છે. તેમનું નસીબ બહુ વિચિત્ર રીતે જીઝસ અને તેમના બાર શિષ્યો જેવું જ છે. તેમનું ધ્યેય એક જ છે : દુનિયાનો નાશ. એક હિંદુ જ્યોતિષને એવું દેખાય છે કે ગ્રહો એવી વિશેષ સ્થિતિમાં ગોઠવાઈ રહ્યાં છે કે જેવી આ દુનિયાનો અંત અચૂક આવશે જ. તિબેટમાં બોદ્વધર્મી એવી જ રીતે એક પુનર્જન્મને શોઘી રહ્યા છે જેવી રીતે તેમના પૂર્વજોએ ભગવાનના પુત્રની જ્યુડીઆમાં શોધ ચલાવી હતી. જેરૂસલેમમાં શરૂ-થતા એક ઉખાણાની ચાવી પડી છે કાશ્મીરની એક કબરમાં, જેનું નામ છે રોઝબલ અને એ ઉખાણાનો જવાબ મળે છે. વૈષ્ણોદેવીમાં. એક અમેરિકન પાદરીને પોતાના પરિચિત લોકોની ઝાંખી થવા માંડે છે, પણ એ ઝાંખી હોય છે પૂર્વજન્મોની. પૂર્વજન્મોના આ દ્રશ્યોથી પ્રરાઈને તે ભારત ખેંચાઈ આવે છે. અને પઝલના બધા ટુકડા એક સાથે ગોઠવવાનો પ્રયત્ન કરે છે. તેના દરેક પગલા પર નજર હોય છે એક પ્રપંચયુક્ત સંસ્થા ક્રક્ષ ડેકસેતા પરમ્યુતાની જે એક પ્રાચીન રહસ્યના ઘટસ્ફોટ કરતાં આ દુનિયાના નાશને વધારે પસંદ કરે છે. ધ રોઝેબલ લાઈન પુસ્તક વિવિધ ખંડો અને વિવિધ સદીઓના પ્રવાહમાં પસાર થાય છે. અને તેમાં અશ્વિન સાંઘી ધર્મની ઉત્પત્તિના કારણ સુધી વાચકોને ખેંચી જાય છે.
Product Details
Title: | Rozabal Line The (Guj) |
---|---|
Author: | Ashwin Sanghi |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789351981756 |
SKU: | BK0413510 |
EAN: | 9789351981756 |
Number Of Pages: | 356 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2017 |