Product Description
ટ્રેનમાં જેમ સંકટ સમયે ખેંચવાની સાંકળ મૂકવામાં આવે છે તેમ રમરમાટ વહેતા જતા જીવનમાં સંકટ ઊભું થાય ત્યારે શું કરવાનું? પ્રાર્થના કરવાની, ઈશ્વરને યાદ કરવાનો. અંકિત ત્રિવેદી લિખિત આ નાનકડા અને સરસ મજાના પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન જ આ છેઃ ‘પ્રતિકૂળ સંજોગોને અનુકૂળતામાં ફેરવતી સંકટ સમયની પ્રાર્થનાઓ...’ પ્રત્યેક વિભાગનો પ્રારંભ ટૂંકા ચિંતનાત્મક લખાણથી થાય છે ને પછી ક્રમશઃ પ્રાર્થનાઓ વહેવા માંડે છે. જેમ કે, ‘સંબંધ-નિષ્ક્રિયતા’ વિભાગમાં લેખક પ્રાર્થના કરે છેઃ ‘હે ધૈર્યવાન... મને મારી મર્યાદાઓનું ભાન કરાવો, જેને કારણે સંબંધોમાં બન્ને પક્ષે નીચાજોણું થાય છે. હું મારી જાતને સંભાળી શકું એટલો પ્રેમાળ બનાવો. સંબંધ હતો નહીં ત્યારે જેટલો ખુશ હતો એટલો જ ખુશ અત્યારે પણ રહું એવો મઠારો...’ ઠંડા થઈ ગયેલા માંહ્યલાને પુનઃ ચેતનવંતો કરી નાખે તેવું સત્ત્વશીલ પુસ્તક. 'સમય મારો સાધજે વ્હાલા' પુસ્તકમાં દરેક પ્રાર્થનાની સાથે આ પ્રકારનો QR Code આપ્યો છે. તમારા સ્માર્ટ ફોનના QR Code Scanning App વડે સ્કેન કરીને તેની લિંક ખોલવાથી આપ દરેક પ્રાર્થનાને કવિ અંકિત ત્રિવેદીના અવાજમાં સાંભળી શકશો.
Product Details
Title: | Samay Maro Sadhje Vhala |
---|---|
Author: | Ankit Trivedi |
Publisher: | Zen Opus |
ISBN: | 9788194180661 |
SKU: | BK0451874 |
EAN: | 9788194180661 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 31 October 2019 |