You have no items in your cart

Enjoy Free Shipping on All Products!

Samju Thaine Pachho Far (Guj)

Release date: 01 April 2023
₹ 175

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

સત્સંગી શબ્દો હરિભાઈ કોઠારી નામ સૂચક છે. નામમાં જ હરિ છે અને અટકમાં જ્ઞાનનો કોઠાર છે, એ આપણા પ્રસ... Read More

Product Description

સત્સંગી શબ્દો હરિભાઈ કોઠારી નામ સૂચક છે. નામમાં જ હરિ છે અને અટકમાં જ્ઞાનનો કોઠાર છે, એ આપણા પ્રસિદ્ધ પ્રવચનકાર છે. મુંબઈમાં અવારનવાર એવું પણ બને છે કે એક જ દિવસમાં એમનાં ત્રણ ત્રણ પ્રવચનો હોય. હાથમાં કાગળ રાખીને કશું બોલતા નથી. કોઈ પણ વિષય હોય તે વિષયની માવજત મુદ્દાસર માંડણીથી કરે છે. વાત કરતાં કરતાં સહેજ આડા ફંટાયા હોય તોપણ ફરી પાછા સમ પર આવી જાય છે. પોતાના વક્તવ્યના કેન્દ્રબિંદુને એ ચૂકતા નથી. પાણીમાં માછલી તરતી હોય એટલી આસાનીથી એ વહી શકે છે. એમને માટે કોઈ સંસ્થા નાની કે મોટી નથી. કોઈ જ્ઞાતિનું મંડળ હોય કે આજના જમાનામાં લાયન્સ ક્લબ કે રોટરી કલબ જેવી નવી જ્ઞાતિ હોય. કોઈનો અંગત ઉત્સવ હોય કે ક્યાકં સામાજિક મહોત્સવ હોય – બધે જ સ્વમાનપૂર્વક વ્યાપેલા છે. દૃષ્ટાંતો, ઉદાહરણો, સંસ્કૃત શ્લોકો, કાવ્યપંક્તિઓ, શાયરીઓ, સત્ય ઘટનાઓ – આ બધાંનો આધાર લઈને પોતાની મૂળભૂત વાતને વિકસાવે છે. એમના કથનની ખૂબી એ હોય છે કે ક્યાંય કશો ભાર વર્તાતો નથી. મોરપીંછ જેવી સુંવાળપ અને હળવાશ અનુભવાય છે. કોઈ ધર્મ કે સંપ્રદાયનો ઠેકો લઈને ફરતા નથી. જે સૂઝે તે અનાયાસ કહે છે. એ એટલા વિનમ્ર છે કે એમને ચિંતક, વિચારક કે સુધારક કહે તો એ બધા માત્ર ઉપરઉપરના વાઘા છે એવું અનુભવે છે. વ્યક્તિ તરીકે જેટલા સરળ છે એટલા જ વક્તા તરીકે સરળ છે. મોટાભાગના આ લેખો પણ બોલાયેલા છે, કૅસેટમાં કેદ કરાયેલા છે અને પછી લખાયેલા છે. સંગ્રહનું શીર્ષક સૂચક છે. માણસ પાસે ગમે એટલું હોય પણ બુદ્ધિ અને હૃદયની મૂળભૂત સમજણ ન હોય તો કહેવાતો ભણેલો માણસ પણ અભણ દેખાશે. જે કોઈને પોતાની સંવેદનાને સતેજ કરવી હોય એમણે આવા પુસ્તકનો સત્સંગ કરવો જોઈએ. - સુરેશ દલાલ

Product Details

Title: Samju Thaine Pachho Far (Guj)
Author: Haribhai Kothari
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition
ISBN: 9789392613586
SKU: BK0480944
EAN: 9789392613586
Number Of Pages: 136 pages
Place of Publication: India
Binding: Paperback
Reading age : 18 years and up
Release date: 01 April 2023

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed