🚚 Free Shipping on orders above Rs.500
Product Description
સામાન્ય વ્યાખ્યા પ્રમાણે પ્રોફેશનલ એટલે એવી વ્યક્તિ જેનામાં નોકરી કરવા માટેની જરૂરી આવડતો અને જ્ઞાન હોય - પછી તે પ્રતિષ્ઠિત યુનિ.ની ડિગ્રી હોય યા તો તે નોકરીનો વર્ષોનો અનુભવ હોય. સૈકાઓથી આપણે આ વ્યાખ્યા ઉપર જ આધાર રાખ્યો છે, જેથી આપણને એ નક્કી કરવામાં મદદ મળે છે કે કોણ કામ કરી શકે તેમ છે અને કોણ નહીં. પરંતુ આજકાલ આપણે એવા દાખલાઓ જોઈએ છીએ જેમાં કહેવાતા પ્રોફેશનલ્સ સારું કરવાને બદલે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. જેમ કે કેટલાંક બેજવાબદાર બેન્કરોએ ઝડપથી ધનવાન થઈ જવાની એવી યોજનાઓ બનાવી જેનાથી વૈશ્વિક સ્તરે આર્થિક ગોટાળાઓ થયા. એક જમાનામાં જેઓનું માન હતું તેવા ‘સલામત ફંડ મેનેજર’ ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે તેણે દુનિયાની સૌથી મોટી બનાવટી સ્કીમ રજૂ કરી હતી, જેના લીધે તેના ગ્રાહકોના કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા હતા; એક્ઝિક્યુટિવોની એક આખી ટીમે તેઓના કર્મચારીઓના પેન્શનના ફંડના પૈસા ‘ચાઉ’ કરી જવામાં જરાય નાનમ સમજી ન હતી. જો બનાવવા જઈએ તો આ યાદીનો કોઈ અંત જ ન આવે. આ બધા લોકોમાં તેઓના વ્યવસાયને સારી રીતે ચલાવવાની આવડત હતી જ, પણ તેના બદલે તેઓએ તેમના વ્યવસાયનો દુરપયોગ કર્યો અને ભ્રષ્ટચારી રીતરસમો અજમાવી પોતાનો અંગત લાભ જ જોયો. તે પછી ખરાબમાં ખરાબ લોકોમાંથી શ્રેષ્ઠ લોકોને કઈ રીતે જુદા તારવવા, જ્યારે સ્વીકારેલાં ધોરણો પૂરતા ન હોય અને જ્યારે આપણામાંના જ કેટલાક શક્તિશાળી અને માનવંતા લોકો પર જવાબદારીપૂર્વક વર્તન કરવાનો વિશ્વાસ જ રાખી શકાય તેમ ન હોય.
Product Details
Title: | Sangeet Ekbijanu |
---|---|
Author: | Kaajal Oza Vaidya |
Publisher: | Navbharat Sahitya Mandir (1 January 2018) |
ISBN: | 9788184400908 |
SKU: | BK0416775 |
EAN: | 9788184400908 |
Number Of Pages: | 232 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 01 January 2018 |