Product Description
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. એ જ મર્મવેધી અભિવ્યક્તિ, એ જ પ્રભાવ. આ શેર જુઓઃ ‘ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહેશે / તમે સીધા રહો, પડછાયો પણ સીધો રહેશે... કહી દો સામી છાતીએ હવે પાગલ હવાને / હશે અંધારું ત્યાં લગ આ મારો દીવો રહેશે!’ અને આઃ ‘માનવી જ્યારે નિખાલસ હોય છે / એ ઘડી પૂરતો જ માણસ હોય છે... જીવતાં ફાવી ગયું છે એટલે / અમને નીરસતામાં પણ રસ હોય છે!’ પુસ્તકમાં આવરી લેવામાં આવેલી 99 ગઝલોમાં જીવનનાં સત્યો અને ડહાપણનો આખો સાગર છલકાય છે. ખલીલ ધનતેજવીના અને ગુજરાતી ગઝલના ચાહકોને જલસો પડી જાય એવો સુંદર સંગ્રહ.
Product Details
Title: | Sarangi |
---|---|
Author: | Khalil Dhantejvi |
Publisher: | Zen Opus |
ISBN: | 9789385499531 |
SKU: | BK0458547 |
EAN: | 9789385499531 |
Number Of Pages: | 100 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 10 December 2019 |