15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
સફળતા મેળવવી દરેક વ્યક્તિને ગમતી જ હોય છે અને દરેક વ્યક્તિ સફળ થઈને પોતપોતાના ક્ષેત્રના શિખર ઉપર પહોંચવા માગતી હોય છે. શિખર ઉપર પહોંચવાની વાત દેખાય એટલી સરળ ચોક્કસ નથી, પણ જો સમજી શકાય તો તે કદાચ એટલી અઘરી પણ નથી. દુનિયાની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયેલું આ Global Bestseller પુસ્તક એકદમ અનોખું, પ્રૅક્ટિકલ અને અત્યંત પ્રેરણાત્મક છે. લાખો લોકોએ વાંચેલું આ પુસ્તક તમને શીખવશે કે, - કેવી રીતે Step by Step તમારી જાતમાં સુધારાઓ કરીને શિખર ઉપર પહોંચી શકાય. - કેવી રીતે `શું હું આ કરી શકીશ?’ને બદલે `હું આ ચોક્કસ કરી શકીશ.’નો ઍટિટ્યૂડ કેળવી શકાય. - નોકરી, વ્યવસાય, પરિવાર કે સમાજમાં કેવી રીતે પોતાની યોગ્ય ઇમેજ બનાવી શકાય. - કેવી રીતે સફળતા માટેનાં ગૉલ્સ નક્કી કરીને હાંસલ કરી શકાય. હાર્વર્ડ યુનિવર્સિટીનું તારણ છે કે જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણાનું મૂલ્ય અન્ય બાબતો કરતાં અનેકગણું વધારે છે. આ પ્રેરણાત્મક પુસ્તકને કાયમ તમારી પાસે અને સાથે રાખજો અને સતત તેમાંથી શીખતાં રહેજો. યાદ રાખો આજના સમયમાં સફળતા એ નસીબનો ખેલ રહ્યો નથી. તમારે માત્ર જરૂર છે ઊભા થવાની, સમજવાની, શીખવાની અને અમલ કરીને સતત આગળ વધવાની…. જો આટલું જ કરી શકો તો જરૂર શિખર ઉપર મળીશું...
Product Details
Title: | Shikhar Upar Malishu (Gujarati) |
---|---|
Author: | Zig Ziglar |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd |
SKU: | BK0502138 |
EAN: | 9788119132706 |
Number Of Pages: | 432 |
Language: | Gujarati |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Country Of Origin: | India |
Release date: | 1 January 2024 |