Product Description
સુખને એક અવસર તો આપો' એક ખાસ રીતે છપાયેલું પુસ્તક છે. એના ટાઈપ, લે-આઉટ, સજાવટ અને તસ્વીરો આંખને ગમે અને દિલ ખુશ થઇ જાય એવા છે. લેખકના શબ્દો એ દુ:ખથી દાઝેલાઓ માટે છાંયડા જેવા છે. ફિલ સારી રીતે સમજે છે કે ફક્ત મુલાયમ સુવાળા રેશમી શબ્દોથી લખાયેલું પુસ્તક છે. આ પુસ્તકમાં 75 જેટલા જુદા જુદા વિષયોની લેખકે માવજત કરી છે. ઈશ્વરે આપણને આંખ, કાન, નાક જેવી ઇન્દ્રિયો આપી છે. પરંતુ આપણે એને સ્વમાનભરે સાચવતા નથી. આંખ છે ફક્ત અર્વું જીવ માટે કે ટેલિવિઝનના પડદા માટે નથી, એ તો ઉગતા સુરજ માટે, લીલીછમ વસંત અને ધવલ ધવલ બરફ જોવા માટે છે. આકશમાં નજર કરીને વાદળોના રંગો જોવા કે નીલ આકાશને નીરખવા માટે છે.જીભ ખાનદાન શબ્દ માટે,હાથ નજાકતથી કોઈને હુંફાળો સ્પર્શ આપવા માટે કે ગરીબને રોતી આપી શકીએ એ માટે છે.હદય આપ્યું છે ઉષ્મા માટે. આ શરીરની ઈજ્જત કરતા ને ખુશ રાખતા શીખવે છે.
Product Details
Title: | Sukhne Ek Avsar Apo |
---|---|
Author: | Ramesh Purohit |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184404647 |
SKU: | BK0458253 |
EAN: | 9788184404647 |
Number Of Pages: | 115 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2010 |