🚚 Free Shipping on orders above Rs.500
Recommended For You
Product Description
‘શ્વાસ-વિશ્વાસ’ – એક હૃદયસ્પર્શી સત્ય ઘટના, 35 હપતા સુધી લાખો વાચકોના શ્વાસ ઊંચા કરી દેતી સત્યઘટના પર આધારિત આપની ‘શ્વાસ-વિશ્વાસ’ નવલકથાનો આટલો સુંદર અને સુખદ અંત આપવા બદલ આપને લાખ લાખ સલામ. લેખકની વાતમાં આપે જેનો ઉલ્લેખ કર્યો છે તે રાજકોટના એક વરિષ્ઠ વાચક તરીકે હું આપને દર સપ્તાહે વિનંતી કરતો હતો કે ઠાકર સાહેબ, બિચારી તન્હાને શાર્દુલની વેદમાંથી જલદી મુક્ત કરાવો. તન્હાની વેદના, પીડા, યાતના મારાથી સહન થતા નહોતા. છેવટે તમે શાર્દુલની હાલત એવી કરી કે ભવિષ્યમાં કોઈ છોકરી સામે ઊંચી આંખ કરીને જોશે પણ નહીં, તન્હાની ભૂલ એટલી કે પોતે વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ ગઈ અને એક દુષ્ટ માણસને દિલ આપી બેઠી. આટલા ગુનાની આવી મોટી સજા! શાર્દુલને મારી-મારીને માટીના લોંદા જેવો કરી નાખનાર તમારા બાપુનગરના જવાનોને મારા સલામ. ભવિષ્યમાં પણ કોઈ અબળાને આવી રીતે છોડાવવી પડે ત્યારે પાછા ન પડતા. ઠાકર સાહેબ! આ જમાનામાં આદિત્ય જેવો સજ્જન યુવક પણ વસે છે. તન્હાને તેના કલંકિત ભૂતકાળ સાથે સ્વીકારવા તૈયાર થાય છે. એ જિંદાદિલ ઇન્સાનને પણ મારા સલામ. આજ સુધીમાં આપ બાવન જેટલા વાચકોના પ્રાણ બચાવવામાં નિમિત બન્યા છો તે પ્રશંસનીય છે. ઠાકર સાહેબ, આજ સુધી હું ફક્ત ત્રણ જ સિંહપુરુષોને ઓળખતો હતો- સરદાર વલ્લભભાઈ, વીર સાવરકર અને નરેન્દ્ર મોદી. તે યાદીમાં હવે ચોથા સિંહપુરુષ તરીકે તમારું નામજોડી રહ્યો છું.
Product Details
Title: | Swas Viswas (Hb) |
---|---|
Author: | Sharad Thaker |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184409437 |
SKU: | BK0416764 |
EAN: | 9788184409437 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 01 January 2017 |