Product Description
હોટેલમાં અડધેથી પોતાનું પર્ફોર્મન્સ છોડીને ભાગેલી યુવાન ડાન્સરની લાશ બેન્ટ્રી કપલના ઘરની લાઇબ્રેરીમાંથી મળી આવે છે. બીજી તરફ ગામથી દૂર એક સૂમસામ ખીણમાં બળીને કોલસો થઇ ગયેલી બીજી એક યુવાન છોકરીની લાશ પણ મળી આવે છે. શું આ બંને ઘટનાઓને જોડતી કોઈ લિન્ક હતી? રિટાયર્ડ આર્મી કર્નલ, એનો તોછડો પડોશી, અતિ શ્રીમંત પણ દુઃખી અને અપંગ બિઝનેસમેન, ભૂતકાળમાંથી છટકીને નવું જીવન શરૂ કરવા માટે તલસી રહેલા થોડાં યુવાન સ્ત્રીપુરુષો -- આ બધાં જ શંકાના દાયરામાં છે. આ દરેક લોકો કંઇક તો છુપાવે જ છે, પરંતુ સૌની પાસે ખુદની નિર્દોષતા સાબિત કરવા માટેના સજ્જડ પુરાવાઓ પણ છે. માત્ર એક જ વ્યક્તિ જાણે છે કે પહેલી નજરે જે દેખાય કે સંભળાય, એને માની ન લેવાય. અને એ વ્યક્તિ છે - મિસ માર્પલ. શું મિસ માર્પલ આ અટપટો કેસ ઉકેલી શકશે? Stay Tuned.... Queen of Crime અગાથા ક્રિસ્ટીની આ ક્લાસિક થ્રિલર છેલ્લા પાન સુધી તમને જકડી રાખશે.
Product Details
Title: | The Body In The Library |
---|---|
Author: | Agatha Christie |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd |
ISBN: | 9789390572113 |
SKU: | BK0429396 |
EAN: | 9789390572113 |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 02 January 2020 |