15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
“Compound Interest વિશ્વની આઠમી અજાયબી છે. જે આ વિચારને નહીં સમજે તેણે કિંમત ચૂકવવી પડશે.” - આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ વિધાનમાં જિનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇને Compound શબ્દની તાકાતનો પરિચય કરાવ્યો છે. સ્ટીવ જોબ્સ હોય કે ઇલોન મસ્ક, સચિન તેંડુલકર હોય કે નીરજ ચોપરા, ધીરુભાઈ અંબાણી હોય કે રતન તાતા, ઇન્દ્રા નૂયી હોય કે સુધા મૂર્તિ - આ બધા લોકો સફળ થવાની કોઈ જડીબુટ્ટી ખાતા હશે? કે પછી બેઠાંબેઠાં પોતાનું નસીબ ચમકી જાય એની રાહ જોતાં હશે? જી ના. આ બધા જ લોકો Compound શબ્દની અદ્વિતીય તાકાતને પામી ગયાં છે! તેમને ખબર હતી કે તેઓ જે પણ કરે છે, તે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ તેમના જીવનને પ્રભાવિત કરે છે. આપણા નાનાં-નાનાં દરેક કાર્યની જીવનમાં મોટી અસર પડે છે. જેને Compound Impact કહે છે. Compound Impact એટલે, તમે જે કંઈ કામ કરો છો તેમાં રોજ કઈંક ઉમેરતાં જાઓ છો - તે ઉમેરો સમયનો હોઈ શકે, એકાગ્રતાનો, નિયમિતતાનો કે પછી વિચાર અને વ્યવહારનો પણ હોઈ શકે. રોજેરોજનાં આ સતત ઉમેરાની આદતથી તમારાં જીવન, વ્યવસાય, નોકરી અને સંબંધો ઉપર પડનારા Impactનું Final Result તમારી અપેક્ષા કરતાં અનેકગણું વધારે આવશે. વિદેશી વિચારો અને Workstyle આપણી ભારતીય સંસ્કૃતિ, આદતો અને સમજણ સાથે મેળ ખાતી ન હોવાથી તેનાં પરિણામો મળતાં નથી… અને તેથી જ વિશ્વભરમાં વખણાયેલા આ મહાન વિચારને અહીં ભારતીય દૃષ્ટિકોણથી સરળ રીતે રજૂ કરવામાં આવ્યો છે. તો, આજે જ વાંચો Original ગુજરાતી THE COMPOUND IMPACT
Product Details
Title: | The Compound Impact |
---|---|
Author: | Raj Goswami |
Publisher: | R.R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789392613142 |
SKU: | BK0444551 |
EAN: | 9789392613142 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 10 years and up |
Release date: | 10 December 2021 |