15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
આ પુસ્તકમાં અમારા સ્થાપકોના વારસાને જાળવી રાખવાનો અને સાથે જ એ કથા કહેવાનો આશય છે કે કઈ રીતે એક ઇન્ડસ્ટ્રીએ અનેકોની અભિપ્સાઓને ઘાટ આપ્યો, મોટા પાયાનું ઉત્પાદન શરૂ કર્યું અને દેશના વિશ્વ સાથેના સંબંધો સશક્ત કર્યા. હું એ જ ઇચ્છા રાખું છું કે કાશ હું વધારે લખી શક્યો હોત. ઘણા બધા પ્રસંગો અને કથાઓ આ પુસ્તકમાં જણાવવામાં આવી છે. આમ છતાં સેંકડો, કદાચ હજારો પ્રસંગ એવા છે જેનો આમાં સમાવેશ નથી થઈ શક્યો. આનાં ખાસ કારણોમાં કથાનો એકસરખો પ્રવાહ જાળવી રાખવો, અમુક બાબતોમાં ગુપ્તતા જાળવવી અને ખાસ તો પુસ્તકનું કદ ચોક્કસ પ્રમાણમાં મર્યાદિત કરવું તે છે. આ બાબત માટે પ્રકાશક તરફથી સલાહ મળેલી અને આગ્રહ થયેલો. અમુક લોકો આને કદાચ મૅનેજમેન્ટનું પુસ્તક ગણશે તો બીજા કહેશે કે, આ એક કુટુંબના બિઝનેસની કથા છે, તો અમુક એમ કહેશે કે આ એક કુટુંબની ઉદ્યોગ સ્થાપવા અને છ દાયકામાં આચરણ કરેલી જૂની પદ્ધતિ જે હજુ સુસંગત છે, શાશ્વત છે. આ પુસ્તકને ઐતિહાસિક પુસ્તક પણ કહી શકાય અથવા કૉર્પોરેટ ઇન્ડિયાની ઉત્ક્રાંતિ અથવા સમગ્ર ભારતની કથા પણ કહી શકાય. હું તો એમ જ કહીશ કે, આ એક સાદીસીધી કુટુંબકથા છે જેમાં સહૃદયતા અને મારી અંગત મહેનત સમાયેલી છે. હું આશા રાખું કે તમને આ પુસ્તક વાંચવામાં એવો જ આનંદ આવશે જેવો મને આ પુસ્તક લખવામાં આવેલો. તમે ઇતિહાસ-અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અથવા મૅનેજર કે પછી શિક્ષક અથવા માત્ર કોઈ સારી કથાના રસિયા હો તો હું માનું છું કે આ પુસ્તકના પાનાંમાંથી તમને કંઈક એવું મળશે, જે તમને હંમેશાં માટે યાદ રહેશે.
Product Details
Title: | The Making Of Hero (Guj) |
---|---|
Author: | Sunil Kant Munjal |
Publisher: | Manjul Publishing House |
ISBN: | 9789355432988 |
SKU: | BK0482029 |
EAN: | 9789355432988 |
Number Of Pages: | 254 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 30 August 2023 |