Product Description
જીવન અને રંગભૂમિ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય ત્યાં સુધી સહન કરતાં પાત્રોની આ કથા છે. ચારે બાજુ બધું બંધ થઈ ગયું હોય, લોકડાઉન થઈ ગયું હોય, એની વચ્ચે અનલોક થતાં પાત્રોની આ કથા છે. નજીક છે એ ખૂબ દૂર હોય અને દૂર છે એ નજીક હોય એવાં પાત્રોની આ કથા છે. ઘણાં પ્રત્યક્ષ છે, થોડાં પરોક્ષ રહીને એમનો રોલ ભજવે છે. કમ્યૂનિકેશન ટેક્નોલોજીએ સ્થળોનું અંતર ભૂંસી નાખ્યું છે ત્યારે પરોક્ષ છતાં પ્રત્યક્ષ લાગે એવાં પાત્રોની આ કથા છે. l કોવિડ-૧૯ મહામારીની ભયાનક પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ પર સંબંધોની ગૂંચ ઉકેલતી સંવેદનશીલ કલમે રચાયેલી આ નવલકથામાં જીવન અને સંબંધોની અહીંથી ત્યાં સુધીની યાત્રાનું કલાત્મક આલેખન કરવામાં આવ્યું છે.
Product Details
Title: | Tyan Sudhee (Guj) |
---|---|
Author: | Vinesh Antani |
Publisher: | R.R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789393700841 |
SKU: | BK0480278 |
EAN: | 9789393700841 |
Number Of Pages: | 200 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 April 2022 |