🚚 Free Shipping on orders above Rs.500
Product Description
વાર્તાની કેન્દ્રવર્તી ક્ષણ પકડીને સહજ રીતે વિકસાવી એનો કલાત્મક અંત લાવવામાં રાઘવજી માધડની વાર્તામાં કલાસૂઝ અને શક્તિનાં દર્શન થાય છે. મણિલાલ હ. પટેલ (‘સંબંધ’ સંગ્રહની પ્રસ્તાવનામાંથી, 1999) લેખકના વિશાળ અનુભવજગત અને માંહ્યલી સંવેદનાઓ થકી ઝબકારો આપી જતી આ વાર્તાઓ તેના ગ્રામીણ પરિવેશ, તળપદી બોલી અને સાચકલી પીડાથી છલકાતાં પાત્રોના અંતરમનને પ્રગટ કરે છે. કુશળ શિલ્પીની જેમ લેખકે સંવેદનાને કલાત્મક ઘાટ આપ્યો છે. તરુ કજારિયા (‘જાતરા’ સંગ્રહ વિશે, મુંબઈ સમાચાર, 2005) તેમનું ગદ્ય એક અર્થમાં વાર્તાકારનું, કથાલેખકનું ગદ્ય છે. વ્યવહારની ભાષાથી દૂર ગયા વિના અને શિષ્ટભાષાની અવગણના કર્યા વિના વાર્તાતંત્રને ઉપસાવી રહે એવું ગદ્ય તેઓ સહજરૂપે લઈ આવે છે. ક્યારેક તો તે માર્મિક રીતે નાના એવા સૂત્રાત્મક સંવાદ કે એકાદા વિધાનથી વાર્તાને – એના અંતઃતત્ત્વને એવી રીતે સ્પર્શી રહે છે કે આખી રચના ઉજાસભરી બની જાય. પદ્મશ્રી પ્રવીણ દરજી (‘પછી આમ બન્યું...’ સંગ્રહની પ્રસ્તાવનામાંથી, 2019)
Product Details
Title: | Vartasampada (Guj) |
---|---|
Author: | Raghavji Madhad |
Publisher: | R.R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789394502000 |
SKU: | BK0480300 |
EAN: | 9789394502000 |
Number Of Pages: | 240 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 1 April 2022 |