Product Description
અનાથાશ્રમમાં ઉછરેલાં પ્રજ્ઞા અને નૂરેશ, પોતાની પાલકમાતા સુરેખાનો એવો તે કેવો ઉછેર પામ્યાં કે પ્રજ્ઞાએ NASA અને ભારતીય અવકાશ સંસ્થાના સંયુક્ત પ્રોજેક્ટ દ્વારા અવકાશયાત્રી બનીને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું? એ જ સુરેખામાનો ઉછેર પામીને નૂરેશે વહીવટીક્ષેત્રે પોતાનું એવું તે કેવું પર્ફોર્મન્સ બતાવ્યું કે જેનાં પરિણામે નૂરેશની વહીવટી કાબેલિયતનો લાભ લેવા માટે ભારતના વડાપ્રધાનને UNO જેવી સંસ્થા વિનંતી કરે? મિત્રો, આજની અશક્યતાને આવતીકાલની શક્યતામાં ફેરવવા માટે તમારે બીજું કશું જ કરવાનું નથી, સિવાય કે પ્રજ્ઞા અને નૂરેશના અનુભવો વાંચો! એક સ્ત્રી સિંગલ પૅરન્ટ બનીને કેટલી કુશળતાથી બાળકને વિકાસનો બાહુબલી બનાવી શકે છે એ જાણવા માટે તમારે આ નવલકથા વાંચવી જ રહી, જેનાં પાને પાને, રંગ બદલતી જિંદગીની રોમાંચકતા તમને એક બેઠકે નવલકથા પૂરી કરવા માટે મજબૂર કરી દેશે એ ગેરંટી!
Product Details
Title: | Viratno Sparsh (Guj) |
---|---|
Author: | Haresh Dholakia |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789393700360 |
SKU: | BK0480277 |
EAN: | 9789393700360 |
Number Of Pages: | 152 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 July 2022 |