{"product_id":"vishwa-manav","title":"Vishwa Manav","description":"\u003cp\u003eગુજરાતી વર્તમાન સાહિત્યની એક અજોડ મોર્ડન ક્લાસિક કહી શકાય એવી બેસ્ટ-સેલર નવલકથા એટલે વિશ્વમાનવ. આ નવલકથા ગુજરાતી બેસ્ટ-સેલર લેખક જીતેશ દોંગાની પહેલી નવલકથા છે. ૨૦૧૪માં પ્રકાશિત થયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં ૬૦૦૦થી પણ વધુ નકલ વેંચાઈ ચુકી છે. રૂમી નામના એક બાળકની આ સફર છે. લેખક જીતેશ દોંગાની નવલકથાઓનું સૌથી શ્રેષ્ઠ પાસું છે એમનું વર્ણન, વાર્તા, અને સત્ય! આ નવલકથા એક એવા ગાંડા બાળકની વાર્તા છે જેનું મગજ શૂન્ય છે. જે ગાંડું બાળક કચરામાં પડ્યું-પડ્યું પ્લાસ્ટિક ખાતું હોય અને એ બાળક જો પોતાના આત્મ-અવાજને સાંભળીને એક દિવસ દુનિયાનું સૌથી મહાન બાળક બને -- એ વાર્તા જ વાંચકોના હૃદયને દ્રવી ઉઠાડે છે. આ નવલકથાના પાત્રો માત્ર ચાર છે. પ્રકરણ માત્ર ચાર છે. પરંતુ એની અંદરની ઘટનાઓ એવી છે જે ચાલીસ વર્ષ સુધી પણ વાંચકના મનમાંથી જાય નહીં. તમારી આંતરિક દ્રષ્ટિને એ જડમૂળમાંથી બદલાવી નાખે છે. આ તોફાન મચાવતી વાર્તા છે. એવા પણ કિસ્સા બનેલા છે કે વિશ્વમાનવ વાંચીને વાંચક બે-બે રાત્રી સુધી સુઈ ના શક્યા હોય. જીતેશ દોંગાની બે નવલકથાઓ વિશ્વમાનવ અને નોર્થપોલ ગુજરાતી સાહિત્યમાં અમર રહેશે. આપના પ્રિયજનને ગીફ્ટ કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક એટલે વિશ્વમાનવ. -પ્રકાશક\u003c\/p\u003e","brand":"Crossword.in","offers":[{"title":"Default Title","offer_id":48546253275353,"sku":"BK0441544","price":380.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0648\/3066\/9017\/files\/61tDO4OROvL._SL1000.jpg?v=1776515954","url":"https:\/\/www.crossword.in\/products\/vishwa-manav","provider":"Crossword.in ","version":"1.0","type":"link"}