25% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
શિવાજી મહારાજનું નામ એટલું પ્રભાવશાળી છે કે આજે 300 વર્ષ પછી પણ તેમના નામથી ખળભળાટ મચી જાય છે. આવા મહાન, તેજસ્વી અને યશસ્વી પુરુષ અહીં જન્મ્યાં. તે આપણું અહોભાગ્ય છે. તેમનું વિશાળ જીવન આપણી આજની નિરાશામય તથા અંધકારપૂર્ણ અવસ્થામાં અત્યંત જ્યોતિર્મય સિદ્ધ થશે. આથી આ મહાપુરુષની નીતિઓનું સ્મરણ, મનન અને ચિંતન વારંવાર થાય એ આવશ્યક છે. દેશમાં અનેક પ્રકારના વિદેશી સંપ્રદાયો અને વિચારો સક્રિય છે. તેઓ પહેલેથી ખંડિત આપણા આ દેશના વધુ ટુકડા કરી પોતાના માટે સ્વતંત્ર પ્રદેશ બનાવવાની લાલસાથી પ્રેરાયેલા છે. આ બધાના પ્રયત્નોને કારણે આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય પર પ્રશ્નચિહન લાગી જાય છે. આંતરિક વિખવાદ, ફાટફૂટ અને આ બધા તરફ આંખ આડા કાન કરવાની વૃત્તિ, પરંપરાગત જીવનને વિદેશી માળખામાં ઢાળવાના વિચિત્ર પ્રયત્નોને કારણે હિન્દુ સમાજ, ધર્મ સંસ્કૃતિ વગેરેના વિનાશના કાર્યમાં સક્રિય લોકો એક-એક પગલું આગળ વધતા જાય છે. ચારેબાજુ નિરાશાજનક વાતાવરણ છે. આથી જ હું કહું છું કે દેશની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે આપણે અદભુત પ્રતિભાના સ્વામી અને નીતિજ્ઞ શિવાજીનું પવિત્ર પુણ્યસ્મરણ કરીને તેમના પ્રેરણાદાયક આદર્શ જીવનકાર્યમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ.
Product Details
Title: | Yugpravartak Shivaji |
---|---|
Author: | H.V. Sheshadri |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184406009 |
SKU: | BK0414142 |
EAN: | 9788184406009 |
Language: | Gujarati |
Binding: | Hardcover |
Release date: | 01 January 2020 |