Product Description
ગુજરાતી ભાષામાં ર્ડા. શરદ ઠાકરની કલમનું મૂલ્ય શરદ ઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે. સ્વભાવ અને કલમ બંને રીતે આ સર્જક ગુલાબીપણને સાર્થક કરે છે. વર્તમાનપત્રો દ્વારા તેઓ હજારો વાચકોના હૃદય સુધી પહોંચ્યા છે. તેમની કલમમાં સામાન્ય વાચકને પણ શબ્દ ભણી દોરવાની અનન્ય ઊર્જા છે. કોઈપણ વાર્તાને તેઓ રસપ્રદ શૈલીમાં રજૂ કરે છે. તેમના શબ્દોને ક્યારેય ઉંમરની મર્યાદા નડી નથી. સ્કૂલ કોલેજના છોકરાથી લઈને પ્રૌઢ વ્યક્તિઓ સુધીના તેમની કલમ ના ચાહક રહ્યા છે. તેમણે પોતાની કલમ દ્વારા એક આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે. તેમણે પોતીકું ગુલાબ ખીલવ્યું છે. છેક 1993થી આ ગુલાબ તેઓ ઉછેરી રહ્યા છે અને આજે પણ એ એટલું જ તાજું છે – એટલું જ ફ્રેશ છે. લેખના શીર્ષક તરીકે કવિતાની પંક્તિઓ તેમની મુખ્ય ખાસિયાત રહી છે. પોતાની બળુકી સર્જકતાથી બે પંક્તિના શેરને સાર્થક કરતું એક આખું વાર્તાવિશ્વ તેઓ ઊભું કરે છે. અનેક પુરસ્કારથી સન્માનિત આ સર્જક પોતે ગાયનેકોલોજિસ્ટ છે. જેટલા પ્રેમથી તે પોતાના દર્દીઓની સારવાર કરે છે – નિદાન કરે છે, એટલી જ ચીવટાઈથી તે વાર્તાનું પણ નિદાન કરે છે. એટલા માટે જ તેમની કલમમાંથી સરતી કહાણીઓ સ્વસ્થ હોય છે. સ્વસ્થ કહાણીઓના શરદ ઋતુ જેવા સર્જક ર્ડા. શરદ ઠાકરના આ પુસ્તકમાંથી પણ તમે ગુલાબ જેવી જ હળવાસ, સુગંધ અને તાજગી અનુભવી શકશો.
Product Details
Title: | Ranma Khilyu Gulab Vol : 5 [Hardcover] Thaker Sharad |
---|---|
Author: | Sharad Dr. Thaker |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184408683 |
SKU: | BK0413485 |
EAN: | 9788184408683 |
Language: | English |
Binding: | Hard Back |
Reading age : | All |