Product Description
ઇલોન મસ્ક. આજના સમયનું સૌથી વધુ રોમાંચક, પ્રગતિશીલ અને છતાં ગૂઢ વ્યક્તિત્વ. ઇનોવેટર મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવતી Tesla, અંતરિક્ષમાં સંશોધન કરતી SpaxeX, બ્રેઇન અને કૉમ્પ્યૂટર વચ્ચે ઇન્ટરફેસ ઊભી કરતી Neuralink અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X જેવી કંપનીઓ દ્વારા વિશ્વને નવી દિશા બતાવે છે. તેનું સૌથી મોટું સ્વપ્ન માનવજાતને મંગળ ગ્રહ ઉપર વસાવવાનું પણ છે. મસ્કની ઓળખાણ ત્રણ શબ્દોમાં આવી જાય: Man. Method. Madness. 1. મસ્કનું મલ્ટિટાસ્કીંગ અસાધારણ છે. માનવજાત માટે કંઈક ને કંઈક કરતા રહેવાના તેના ઝનૂનને કારણે તે થાક્યા વગર કલાકો સુધી કામ કરે છે. તેનો જુસ્સો અને નવું કરવાની ફાવટ તેને એક અપવાદરૂપ શખ્સિયત બક્ષે છે. 2. તેનામાં સોશિયલ ઇન્ટેલિજન્સનો અભાવ છે. તે એટલો ભાવશૂન્ય છે કે નિષ્ફળતા કે અવરોધથી સહેજ પણ વિચલિત થતો નથી અને તેમાંથી બોધપાઠ લઈને આગળનો રસ્તો બનાવતો જાય છે. બીજા લોકો પરિસ્થિતિઓથી થાકી-હારી જાય પણ મસ્ક હારવાને બદલે તેની તકલીફોને જ તાકાત બનાવી દે છે. 3. ફાટ ફાટ થતી ઊર્જાથી ઊભરાતો ઇલોન ઘણાને તરંગી લાગે છે, પણ તેની સફળતા એના આ તરંગીપણામાંથી જ આવી છે. તે રિઝર્વ, અત્યંત સ્માર્ટ, આત્મનિરીક્ષક અને બૌદ્ધિક ક્ષમતાવાળો છે. તેણે સંઘર્ષોમાંથી પોતાનો રસ્તો કંડાર્યો છે. બેસ્ટસેલિંગ જીવનચરિત્રો સ્ટીવ જૉબ્સ, આઇન્સ્ટાઇન, લીઓનાર્ડો દ વિન્ચીના લેખક વોલ્ટર આઇઝેક્સને સતત બે વર્ષ સુધી ઇલોનની સાથે રહીને આ અધિકૃત જીવનચરિત્ર લખ્યું છે. ઇલોન મસ્ક એક કોયડો છે. આઇઝેક્સને ઊંડાણમાં જઈને તેને ઉકેલ્યો છે.
Product Details
Author: | Walter Isaacson |
---|---|
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
SKU: | BK0526752 |
EAN: | 9789361975707 |
Number Of Pages: | 672 |
Language: | Gujarati |
Binding: | Paper Back |
Reading age : | Teen |